ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ રજાના દિવસોએ નગરજનોએ જમા કરાવ્યો રૂપિયા 39 લાખ ઉપરાંતનો મિલકત વેરો

આણંદ રજાના દિવસોએ નગરજનોએ જમા કરાવ્યો રૂપિયા 39 લાખ ઉપરાંતનો મિલકત વેરો

તાહિર મેમણ – આણંદ – 30/03/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકાના મનપા વિસ્તારમાં આવેલ મિલકત ધારકો બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન જાહેર રજાના દિવસો ખાતે પણ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ ખાતે વેરા શાખા ખુલ્લી રાખવા માટે જણાવવામાં આવ્યું છે, અને આ રીતે જાહેર રજાના દિવસોએ નગરજનોને બાકી વેરો જમા કરાવવા માટે સવલત આપવામાં આવી છે. 

 

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આણંદ અને બાકરોલ તથા વિદ્યાનગર, કરમસદ, મોગરી, લાંભવેલ, ગામડી અને જીટોડીયા ખાતે આવેલી મનપાની કચેરીઓ ખાતે નગરજનો દ્વારા અગાઉના વર્ષનો બાકી વેરો અને ચાલુ વર્ષનો બાકી વેરો જમા કરાવવામાં આવ્યો છે.

 

જેમાં આણંદ અને બાકરોલ મહાનગરપાલિકા કચેરી ખાતે કુલ રૂપિયા 25,93,503, વિદ્યાનગરની કચેરી ખાતે 5,00,468, કરમસદ ની કચેરી ખાતે 4,62,133, મોગરીની કચેરી ખાતે 1,31,740, લાંભવેલ ની કચેરી ખાતે 1,36,095, ગામડી ખાતે આવેલી કચેરીમાં 94, 414 અને જીટોડીયા ખાતે આવેલી મહાનગરપાલિકાની કચેરી ખાતે 12,800 ની બાકી મિલકત વેરાની વસુલાત કરવામાં આવી છે.

 

 આમ, તારીખ 28 માર્ચ શનિવારની જાહેર રજાના દિવસે રૂપિયા 26,72,802 અને તારીખ 29 મી માર્ચ રવિવાર જાહેર રજાના દિવસે રૂપિયા 12,58,351 મળીને માત્ર બે દિવસમાં જ જાહેર રજા ના દિવસો ખાતે કુલ રૂપિયા 39,31,153 બાકી મિલકત વેરો નગરજનો દ્વારા જમા કરાવવામાં આવ્યો છે.

 

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોને બાકી મિલકત વેરો તારીખ 31 માર્ચ 2026 પહેલા જમા કરાવવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે, અને મહાનગર પાલિકાની તમામ કચેરીઓ 31 માર્ચ ના રોજ મંગળવાર જાહેર રજા ના દિવસે કચેરી સવારના 11-00 થી બપોર બાદ 16-00 કલાક સુધી ખુલ્લી રાખવામાં આવનાર છે, જે નગરજનોનો મિલકત વેરો ભરવાનો બાકી હોય તે જમા કરાવે તેમ પણ વધુમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!