ARAVALLIGUJARATMODASA

મોડાસાનું અન્નપૂર્ણા ટ્રસ્ટની ફક્ત 2 રૂપિયામાં ટિફિન સેવા, અન્નપુર્ણા ટ્રસ્ટ 34 વર્ષથી દર્દી અને તેના સ્વજનોની સેવામાં 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસાનું અન્નપૂર્ણા ટ્રસ્ટની ફક્ત 2 રૂપિયામાં ટિફિન સેવા, અન્નપુર્ણા ટ્રસ્ટ 34 વર્ષથી દર્દી અને તેના સ્વજનોની સેવામાં

*અન્નપૂર્ણા ટ્રસ્ટના સેવાકીય યજ્ઞનો 35મા વર્ષમાં પ્રારંભ, 34મા વાર્ષિકોત્સવની ઉજવણી*

અરવલ્લી જીલ્લાની અન્નપુર્ણા સંસ્થા છેલ્લા 34વર્ષથી સેવાકાર્ય અવિરત ચાલી રહી છે. ઉત્તર ગુજરાતમાં મોડાસા શહેર આરોગ્યલક્ષી નગરી તરીકે જાણીતું છે. મોડાસામાં આવેલી સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલોમાં અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ખેડા સહીત રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. અન્નપૂર્ણા ટ્રસ્ટ બહાર ગામથી આવતા જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે ગરમા ગરમ શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડી રહ્યું છે.. આ ભોજન ને ટિફિન મારફતે દર્દી ને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે..સાથે જ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ભોજન માટે ના સબ સેન્ટર પણ કાર્યરત કર્યા છે. જેમાં ફક્ત રૂ.૨ માં દર્દી અને તેની સાથે રહેલા લોકો માટે ભોજનમાં દાળ ભાત રોટલી શાક જેવો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે મોડાસા શહેરના અન્નપુર્ણા ટ્રસ્ટને 34 વર્ષ પૂર્ણ થતાં અન્નપૂર્ણા ટ્રસ્ટ કપીલાબેન જે.બી.શાહ ફાઉન્ડેશન ભવન ના પટાંગણમાં વાર્ષિકોત્સવની ઉજવણી સમાજ સેવક,લેખક અને પત્રકાર રમેશ પ્ર તન્નાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી તેમણે અન્નપૂર્ણા સેવાકીય મહાયજ્ઞના ટ્રસ્ટીઓ અને દાતાઓની સેવાકીય કામગીરીની સરાહના કરી હતી આ મહોત્સવમાં મોડાસા શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!