
જામનગર (ભરત ભોગાયતા)જામનગરના ધમધમતા એવા મીગકોલોનીને લગત સુમેરકલબ રોડ મયુર મેડીકલ પાસે એક તોતીંગ વૃક્ષ અત્યારે આઠ વાગે તુટી પડતા નીચે કાર દબાઇ અને કારમાં રહેલા બાળકો સહિતના મહિલા વગેરેને ઇજા થઇ છે
ઝાડ પડતા ટ્રાફીક જામ થયો હતો અને ફાયર બ્રીગેડ ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને બચાવ રાહત કાર્યવાહી શરૂ કરી છે જો કે આ તકે કોર્પોરેશનના ગાર્ડન શાખા કે ફોરેસ્ટના વિસચતરણ વિભાગને લગત જવાબદારોને જાણ નહી થઇ હોય માટે કોઇ આવ્યુ નહતુ
પાણી અને પોષણ નમળતા તેમજ બેફામ ભુગર્ભ જળ ખેંચાતા જમીન સુકી થવા લાગી હોઇ વૃક્ષો સુકાય છે અને ક્યારેક બટકી જાય છે એ અંગે સર્વે અંગેનુ કોઇ માળખુ કાર્યરત હોવાનુ જાણમા નથી
બીજી તરફ આ દુર્ઘટના સ્થળે મીડીયા સંલગ્ન અલ્પેશ દવે સહિતના વાહન ચાલકોનો આબાદ બચાવ થાયાનુ જાણવા મળે છે અને આ સ્થળે ટ્રાફીક જામ થયો હતો
___________
ભરત જી.ભોગાયતા
બીએસસી,એલએલબી,જર્નાલીઝમ
8758659878
પત્રકાર
જામનગર-અમદાવાદ






