MALIYA (Miyana) :માળીયા (મિં.) હત્યાના પ્રયાસના ગુનામાં રિમાન્ડ પર રહેલા આરોપી પાસેથી પિસ્તોલ અને 9 જીવતા કારતૂસ ઝડપાયા

MALIYA (Miyana) :માળીયા (મિં.) હત્યાના પ્રયાસના ગુનામાં રિમાન્ડ પર રહેલા આરોપી પાસેથી પિસ્તોલ અને 9 જીવતા કારતૂસ ઝડપાયા
માળીયા (મિં.): મોરબી જિલ્લાની માળીયા (મિં.) પોલીસે હથિયારધારાના ગુનામાં મોટી સફળતા મેળવી છે. હત્યાના પ્રયાસ (BNS કલમ-૧૦૯) ના ગુનામાં રિમાન્ડ પર રહેલા આરોપીના ઘરેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.
માળીયા (મિં.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૯(૧) (હત્યાની કોશિશ) ના ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચલાવવામાં આવી રહી હતી. આ ગુનામાં પકડાયેલ આરોપી કીશોરભાઇ દેવદાનભાઈ લોખીલ (ઉ.વ.૩૭, રહે. મોટા દહિંસરા) હાલ પોલીસ રિમાન્ડ પર હતો.પોલીસ રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં આરોપીએ હથિયાર છુપાવ્યું હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે આરોપીના મોટા દહિંસરા સ્થિત રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:દેશી બનાવટની પિસ્તોલ: નંગ-૦૧ (કિંમત રૂ. ૫,૦૦૦/-)જીવતા કાર્ટીઝ (કારતૂસ): નંગ-૦૯ (કિંમત રૂ. ૯૦૦/-)કુલ મુદ્દામાલ: રૂ. ૫,૯૦૦/- વધુ એક ગુનો દાખલ પોલીસે આ હથિયાર અને કારતૂસ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ (હથિયાર ધારા) હેઠળ અલગથી નવો ગુનો રજીસ્ટર કર્યો છે. હાલ પોલીસ આ હથિયાર આરોપી ક્યાંથી લાવ્યો હતો અને તેનો ઉપયોગ અન્ય કયા ગુનામાં કરવાનો હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.










