MORBI:મોરબી ‘લૂંટેરી દુલ્હન’અને નકલી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવાના ગુનાના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓના શરતી જામીન મંજૂર

MORBI:મોરબી ‘લૂંટેરી દુલ્હન’અને નકલી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવાના ગુનાના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓના શરતી જામીન મંજૂર
મોરબી શહેરમાં ચકચારી મચાવનાર ‘લૂંટેરી દુલ્હન’ અને નકલી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવાના ગુનામાં જેલહવાલે રહેલા બે શખ્સોનો અદાલતે છુટકારો કર્યો છે. મોરબીની સેસન્સ કોર્ટે આરોપી બિપીનભાઈ વિનોદભાઈ મકવાણા અને રાજેશભાઈ ઉર્ફે રાજુ જીવણભાઈ ઠક્કરના શરતી જામીન મંજૂર કર્યા છે.
ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, આ કેસમાં આરોપીઓએ મળીને ફરિયાદીના દીકરા રાહુલના લગ્ન આરોપી ‘ચાંદની’ સાથે કરાવ્યા હતા. આ લગ્ન પેટે જ્ઞાતિના ખર્ચના નામે કુલ રૂ. ૩,૦૦,૦૦૦/- પડાવી લેવામાં આવ્યા હતા. લગ્ન બાદ યુવતી માત્ર ત્રણ દિવસ સાસરીમાં રોકાઈ હતી અને પિતાના અવસાનનું ખોટું બહાનું કાઢીને ઘરેથી નીકળી ગઈ હતી, જે બાદ તે ક્યારેય પરત ફરી નહોતી.તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ:નકલી આધારકાર્ડ અને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા.વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
યુવતીના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દઈ ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી.આ મામલે મોરબી બી-ડિવિઝન પોલીસ મથકે બી.એન.એસ. (BNS) એક્ટની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨), અને ૫૪ મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓ વતી મોરબીના જાણીતા એડવોકેટ દિલીપભાઈ આર. અગેચાણીયા મારફત સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલે નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ (જેમ કે ‘સંજયચંદ્રા વિરુદ્ધ સી.બી.આઈ.’) ટાંકીને ધારદાર કાયદાકીય દલીલો રજૂ કરી હતી.અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને કેસના સંજોગોને ધ્યાને રાખીને આરોપી બિપીનભાઈ મકવાણા અને રાજેશભાઈ ઠક્કરને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપીઓ વતી સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા સાથે જીતેન ડી. અગેચાણીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા અને જ્યોતીકા કુરીયા રોકાયેલા હતા.










