ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: મોડાસાના હજીરા વિસ્તારમાં ગેરેજ આગળ પાર્ક કરેલ 5 વાહનોમાં રહસ્યમય આગ લાગતા સ્વાહા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: મોડાસાના હજીરા વિસ્તારમાં ગેરેજ આગળ પાર્ક કરેલ 5 વાહનોમાં રહસ્યમય આગ લાગતા સ્વાહા

* ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી લાખો રૃપિયાનું નુકસાન*

ઉનાળાની શરૂઆત થયાની સાથે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો હોય છે મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં એક હોટલ સામે આવેલ ગેરેજ આગળ પાર્ક કરેલ વાહનોમાં અગમ્ય કારણોસર આગ લાગતા ભારે
અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા મોડાસા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ગણેશપુર (હજીરા) વિસ્તારમાં એક ગેરેજ આગળ પાર્ક કરેલ પાંચ વાહનોમાં અગમ્ય કારણોસર આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા નીકળતા ગેરેજ માલિક અને આજુબાજુના ધંધાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા આગની ઘટનાને પગલે તાત્કાલિક મોડાસા નગરપાલિકા
ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો અગ્નિશામક સાધનો સાથે ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.આ આગની ઘટનામાં પાંચ વાહનો બળીને ખાખ થઈ જતાં લાખો રૃપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

Back to top button
error: Content is protected !!