MORBI:મોરબી રણછોડનગરમાં ગાડીના ટાયરમાંથી હવા કાઢવા જેવી નજીવી બાબતે દંપતી સહિત ચાર પર હુમલો




MORBI:મોરબી રણછોડનગરમાં ગાડીના ટાયરમાંથી હવા કાઢવા જેવી નજીવી બાબતે દંપતી સહિત ચાર પર હુમલો

મોરબી: શહેરના રણછોડનગર વિસ્તારમાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ચાલેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. કારના ટાયરમાંથી હવા કાઢવા જેવી સામાન્ય બાબતમાં છ શખ્સોએ એક જ પરિવારના ચાર સભ્યો પર પાઈપ અને મૂઢમાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

રણછોડનગર પાણીના ટાંકા પાસે રહેતા અને છત્રી રિપેરીંગનું કામ કરતા અલ્કાબેન મુકેશભાઈ થરેચા (૪૨) એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ વિવાદની શરૂઆત ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થઈ હતી. આ બાબતે બોલાચાલી થતા પાડોશમાં રહેતા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને હુમલો કર્યો હતો.
પોલીસે છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે:
જેમાં સનીભાઈ નવીનભાઈ મારવણીયા,શિલ્પાબેન સનીભાઈ મારવણીયા,સાવનભાઈ નવીનભાઈ મારવણીયા
અરજણભાઈ (સનીભાઈના સસરા),જ્યોત્સનાબેન (સનીભાઈના સાસુ),સનીભાઈની સાળી અલ્કાબેન આરોપી સનીભાઈએ માથાના ભાગે પાઈપ વડે હુમલો કર્યો હતો.
સુમીત (અલ્કાબેનનો પુત્ર): સનીભાઈએ માથામાં પાઈપ મારી ઈજા પહોંચાડી હતી.અક્ષત (અલ્કાબેનનો પુત્ર): સાવનભાઈએ મૂઢમાર માર્યો હતો.મુકેશભાઈ (અલ્કાબેનના પતિ): સનીભાઈના સસરા અરજણભાઈએ મૂઢમાર માર્યો હતો.આ ઉપરાંત, સનીભાઈની પત્ની શિલ્પાબેન, સાસુ અને સાળીએ પણ ફરિયાદી અલ્કાબેન સાથે મારપીટ કરી હતી. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ જતાં-જતાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતાઆ બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અલ્કાબેનની ફરિયાદના આધારે છ એ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



