BARDOLISURAT

બારડોલી DySP કચેરીનું રેન્જ આઈજી દ્વારા વાર્ષિક નિરીક્ષણ: કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

બારડોલી :- બારડોલી વિભાગના નાયબ પોલીસ અધીક્ષક (DySP)ની કચેરી ખાતે આજે સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન પોલીસ વહીવટ, પડતર ગુનાઓની તપાસ અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

ગાર્ડ ઓફ ઓનર: આઈજી સાહેબના આગમન વેળાએ પોલીસ પરેડ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

રેકર્ડની ચકાસણી: વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે કચેરીના મહત્વના રજિસ્ટરો, તપાસ કરવામાં આવી હતી. વહીવટી કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી ગુનાખોરી પર નિયંત્રણ: બારડોલી ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ, પ્રોહિબિશનના કેસો અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આઈજી સાહેબે સ્થાનિક અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી.લોકસંવાદ પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને ટ્રાફિક તેમજ અન્ય પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે બારડોલી DySP સહિત ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) અને પી.એસ.આઈ. (PSI) હાજર રહ્યા હતા. નિરીક્ષણના અંતે આઈજી સાહેબે પોલીસ જવાનોની કામગીરી બિરદાવી શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા આદેશ આપ્યો હતો.

 

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત જિલ્લા બ્યુરો ચીફ 

Back to top button
error: Content is protected !!