GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ફરિયાદીએ રૂ 7 લાખ આરોપીને આપ્યા હોવાનુ પુરવાર ન થતા ચેક રીટર્ન ફરિયાદમાં કાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુક્યો.

 

તારીખ ૦૧/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રહેતા અને ખેતી તથા વકીલાત કરતા ગીતાબેન બાબુભાઈ પરમાર દ્વારા કાલોલના આધાર મોલ પાસે સબર સોસાયટીમાં રહેતા ફિરદોષ સુલેમાન ગોરા સામે કાલોલ કોર્ટમા ચેક રીટર્ન ફરિયાદમાં જણાવ્યા મુજબ બન્ને વચ્ચે તા ૦૮/૧૨/૨૦૧૧ ના રોજ રૂ ૨૧ લાખની જમીન અંગેનું બાનાખત થયુ હતુ અને તેના બાના અને ટાઇટલ માટે જુદી જુદી તારીખમાં ફરિયાદીએ આરોપીને રૂ ૭ લાખ ચૂકવ્યા હતા જે જમીન આરોપીએ અન્ય ને વેચી દેતા નાણાં ચુકવવા માટે આરોપીના ભાઈ સીરાજ સુલેમાન ગોરા એ રૂ ૭ લાખનો ચેક આપ્યો હતો જે રિટર્ન થતા નોટિસ મળતા આરોપીએ અને ફરિયાદીએ તા ૧૭/૦૮/૨૨ ના રોજ નોટરી રૂબરૂ નવો કરાર કરી તા ૦૯/૦૩/૨૩ ના રોજ નો રૂ ૭ લાખનો આરોપીએ પોતાનો ચેક આપ્યો હતો જે ચેક ડ્રોવર સિગ્નેચર ડિફર ના શેરા સાથે પરત આવ્યો હતો જે અંગેની ફરિયાદ કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ સમક્ષ ચેક રીટર્ન ની ફરિયાદ દાખલ કરી હતી આરોપી તરફે એડવોકેટ જે બી જોશી હાજર રહ્યા હતા આરોપીનો મુખ્ય બચાવ પોતે નિર્દોષ છે અને ફરિયાદીએ એટ્રોસીટી ની ફરિયાદ કરવાની ધમકી આપી દબાણ હેઠળ મેળવેલ દસ્તાવેજો ખોટી રીતે રજુ કરી સમય મર્યાદા બહાર ખોટો કેસ કરેલ છે. આરોપી તરફે એડવોકેટ જે બી જોશીએ ફરિયાદી ની કરેલ ઊલટ તપાસમાં ફરિયાદ વાળુ લ્હેણુ વર્ષ ૨૦૧૧/૧૨ નુ હોવાનુ સ્વીકારેલ તેમજ આરોપીને રૂ ૬,૫૦,૦૦૦/ આપેલ અને પોતાનું લ્હેણુ રૂ ૬,૫૦,૦૦૦/ નુ જણાવેલ છે જ્યારે હાલની ફરિયાદમાં રૂ ૭ લાખનું રકમ વાળો ચેક આપ્યો હોવાનું સ્વીકારેલ. ફરિયાદી એ પોતાની ઊલટ તપાસમાં સ્વીકાર કર્યો છે કે આરોપીના ભાઈ પાસેથી જ્યારે ચેક લીધો ત્યારે આરોપી પોલીસ કસ્ટડીમાં હતો. આરોપી પાસે 7 લાખનું લેણું હોય તેઓ ફરિયાદમાં ઉલ્લેખ નથી તેવું પણ સ્વીકારેલ છે. આરોપીય નોટરી રૂબરૂ જ્યારે ફરિયાદી સાથે કરાર કર્યો હતો ત્યારે સહી કર્યા બાદ કરાર વાંચ્યા બાદ કરાર રદ કરવા માટે નોટરી ને જણાવેલ નોટરી ની જુબાનીમાં નોટરીએ સ્વીકાર કરેલ છે કે કરાર કર્યા બાદ બે ત્રણ મહિના પછી ફરિયાદી પોતાની ઓફિસે સહી કરવા માટે આવ્યા હતા. નોટરી એ પોતાની જુબાનીમાં એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે આરોપી ફિરદોષ ગોરાએ કરાર રદ કરવા માટે પોતાને જણાવ્યું હતું. તમામ હકીકતે અપેક્ષ કોર્ટ દ્વારા રજૂ કરેલા સિદ્ધાંતો મુજબ લેણી રકમ કરતાં વધુ રકમનો ચેક ત્યારે ભરવામાં આવે ત્યારે તેવો ચેક નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ની જોગવાઈઓ મા આવતો નથી તેવા જજમેન્ટ મુજબ તેમજ આરોપી તરફે એડવોકેટ જે.બી જોશીની દલીલો ગ્રાહ્ય રાખી ફરિયાદી પોતે એડવોકેટ છે તેઓએ વર્ષ 2011/12 ના પોતાના લેણા બાબતે લાંબા સમય સુધી આરોપીને કોઈપણ પ્રકારની નોટિસ આપેલ નથી તેથી લાંબા સમય બાદનું તેઓનું લેણું કાયદેસરનું નથી તેમજ ચેક રિટર્ન મેમોમાં બેંકનો કોઈપણ જાતનો સિક્કો કે સહી નથી તેથી તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈને કાલોલના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એસ પટેલ દ્વારા ફરિયાદ પક્ષ પોતાનું કાયદેસરનું લેણું તેમજ સમય મર્યાદામાં અમલવારી પાત્ર હોય તેવું લેણું પુરવાર કરી ન શકતા આરોપી ફિરદોષ સુલેમાન ગોરા ને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ ફરમાવ્યો છે.

Back to top button
error: Content is protected !!