SAGBARA

ડેડીયાપાડા પંથકમાં કોંગ્રેસ માં મોટું ભંગાણ, ડેડિયાપાડાના કોંગ્રેસ પ્રમુખ અને નર્મદા જિલ્લાના મહામંત્રીએ AAP નો ખેસ ધારણ કર્યો

 

ડેડીયાપાડા પંથકમાં કોંગ્રેસ માં મોટું ભંગાણ, ડેડિયાપાડાના કોંગ્રેસ પ્રમુખ અને નર્મદા જિલ્લાના મહામંત્રીએ AAP નો ખેસ ધારણ કર્યો

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા: સાગબારા

 

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઘણા સમય થી સક્રિય એવા ડેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના માજી.સરપંચ અને દેડિયાપાડા ના કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા રાકેશભાઈ રાયજીભાઈ વસાવા તેમજ નર્મદા જિલ્લાના મહામંત્રી પંકજભાઈ વસાવા સાથે અનેક લોકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી માં જોડાયા,

149 મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી નું ગઢ એટલે કે ચૈતર વસાવાનું ગઢ ગણાઈ છે જેમાં દેડિયાપાડા પંથકમાં કોંગ્રેસ માં ભારે ગાબડું પડ્યું જેમાં માજી સરપંચ રાકેશભાઇ અને નર્મદા જિલ્લાના મહામંત્રી પંકજ ભાઈ સાથેની ટીમ સાથે અનેક લોકો કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી માં જોડાયા અને 149 મત વિસ્તાર ફરી જોર પકડી ને ખૂબ મજબૂત બનતી રહી છે તેવું સૂત્રો મુજબ જણાય છે,

Back to top button
error: Content is protected !!