GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં ચાલતી જુગારની મિની ક્લબ પર પોલીસનો દરોડો: ૬ શખ્સો ઝડપાયા

 

MORBI:મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં ચાલતી જુગારની મિની ક્લબ પર પોલીસનો દરોડો: ૬ શખ્સો ઝડપાયા

 

મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે લૂંટાવદર ગામે એક રહેણાંક મકાનમાં ચાલતી જુગારની મીની ક્લબ ઉપર રેઇડ કરી ૬ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ દરોડામાં રોકડ રૂ. ૯૬ હજારથી વધુ અને ૬ નંગ મોબાઇલ સહિત કુલ રૂ.૧.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના લૂંટાવદર ગામમાં પોલીસે જુગાર વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી કે, લૂંટાવદર ગામે પ્રદિપસિંહ સહદેવસિંહ ઝાલા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે નાલ ઉઘરાવી જુગાર રમી રમાડતો હોવાની બાતમીના આધારે રેઇડ પાડવામાં આવી હતી. રેઇડ દરમિયાન રહેણાંકમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા (૧)પ્રદીપસિંહ સહદેવસિંહ ઝાલા ઉવ.૨૭ રહે.લૂંટાવદર તા.જી.મોરબી મૂળ રહે.અદેપર તા.જી.મોરબી, (૨)જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા જીલુભા જાડેજા ઉવ.૬૧ રહે. લૂંટાવદર તા.જી.મોરબી, (૩)હરેશભાઈ રાઘવજીભાઈ સિણોજીયા ઉવ.૫૫ રહે.ચાચાવદરડા તા. માળિયા(મી), (૪)નરેન્દ્રભાઈ કરશનભાઈ ફુલતરીયા ઉવ.૫૩ રહે.પંચાસર રોડ ઉમા રેસીડેન્સી મોરબી, (૫)દિનેશભાઈ છગનભાઈ ઝાલરીયા ઉવ.૫૩ રહે.લૂંટાવદર તા.જી.મોરબી તથા (૬)મહેન્દ્રસિંહ ભીખુભા વાઘેલા ઉવ.૫૬ રહે.યદુનંદન-૦૩ કેનાલ રોડ મોરબી વાળા રોકડા રૂ.૯૬,૯૨૦/- તથા ૦૬ નંગ મોબાઇલ ફોન કિ.રૂ.૮૦,૫૦૦/- સહિત કુલ રૂ.૧,૭૭,૪૨૦/- ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. હાલ તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!