TANKARA:ટંકારાના ઓટાળા ગામે જમીનના શેઢાની માપણી બાબતે બે પક્ષ વચ્ચે માથાકૂટ :સામસામી ફરિયાદ




TANKARA:ટંકારાના ઓટાળા ગામે જમીનના શેઢાની માપણી બાબતે બે પક્ષ વચ્ચે માથાકૂટ :સામસામી ફરિયાદ
ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખોડાપીપર જવાના રસ્તે આવેલી ‘પાતળી’ તરીકે ઓળખાતી સીમમાં જમીનના શેઢાની માપણી બાબતે ચાલી રહેલા મનદુઃખમાં બે પરિવારો વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. આ અથડામણમાં ધોકા અને છરી જેવા હથિયારો ઉછળતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.


પ્રથમ પક્ષની ફરિયાદ: ઇકો કારમાંથી ધોકો કાઢી હુમલો કર્યો
ભરતભાઈ પરસોત્તમભાઈ દેસાઈ (ઉ.વ. ૫૨) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના જ ગામના કનુભાઈ બચુભાઈ ગોલતર, બચુભાઈ લધુભાઈ ગોલતર અને આયુષ કનુભાઈ ગોલતર સામે આક્ષેપ કર્યો છે કે:જમીનના શેઢાની માપણી બાબતે આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.
આરોપી આયુષે પોતાની ઇકો કારમાંથી ધોકો કાઢી ભરતભાઈના બંને પગમાં ફટકારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.જતા-જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.સામા પક્ષની ફરિયાદ: ૧૯ વર્ષના યુવક પર હુમલો અને છરીની ધમકી બીજી તરફ, કનુભાઈ બચુભાઈ ગોલતર (ઉ.વ. ૪૨) એ વળતી ફરિયાદમાં ભરતભાઈ પરસોત્તમભાઈ દેસાઈ, હેમરાજભાઈ પરસોત્તમભાઈ દેસાઈ અને ભરતભાઈના પત્ની વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું કે:
તેમનો ૧૯ વર્ષનો પુત્ર આયુષ વાડીએ બળતણ માટે લાકડા કાપતો હતો ત્યારે આરોપીઓએ તેને ગાળો આપી માર માર્યો હતો.ઝપાઝપી દરમિયાન આયુષનું ટીશર્ટ ફાડી નાખવામાં આવ્યું હતું.આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પોલીસ કાર્યવાહી: ટંકારા પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી ગુન્હો દાખલ કર્યો છે અને કાયદેસરની તપાસ હાથ ધરી છે




