MORBI:મોરબી પોલીસ બેડામાં મોટો ફેરબદલ: એસપી દ્વારા 89 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી

MORBI:મોરબી પોલીસ બેડામાં મોટો ફેરબદલ: એસપી દ્વારા 89 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી
મોરબી: રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં બદલીઓનો દોર ચાલી રહ્યો છે. તાજેતરમાં પોલીસ ઇન્સ્પેકટર (PI) કક્ષાના અધિકારીઓની જિલ્લા ફેર બદલી બાદ હવે મોરબી જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા જિલ્લાના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.
મોરબી એસપી દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ મથકો અને વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા 89 જેટલા પોલીસ કર્મચારીઓની એકસાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.
આ બદલીઓમાં કોન્સ્ટેબલથી લઈને એ.એસ.આઈ. કક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે:પોલીસ કોન્સ્ટેબલ: 40
હેડ કોન્સ્ટેબલ: 20 – મહિલા કોન્સ્ટેબલ: 10 – એ.એસ.આઈ. (ASI): 09 – અન્ય: આર્મડ પોલીસ, ડ્રાઇવર અને એલ.આર. (LR) કર્મચારીઓ.વહીવટી તંત્ર દ્વારા આ બદલીઓ પાછળ બે મુખ્ય કારણો દર્શાવવામાં આવ્યા છે:
જાહેર હિત: વહીવટી સુગમતા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે.વ્યક્તિગત માંગણી: ઘણા પોલીસ કર્મચારીઓએ પોતાની અંગત રજૂઆતો અથવા માંગણીના આધારે બદલી મેળવી છે.મહત્વનું છે કે: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે પોલીસ વિભાગમાં આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓને પગલે વહીવટી તંત્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે. નવા નિમણૂક પામેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી સોંપાયેલા પોલીસ મથકો પર હાજર થવા આદેશ આપવામાં આવ્યા છે.










