GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ નિમિત્તે ‘યુગપુરૂષ વંદના’ સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

 

 

MORBI:મોરબીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ નિમિત્તે ‘યુગપુરૂષ વંદના’ સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિના પવિત્ર અવસરે મોરબી ખાતે એક ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. સંવિધાન ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ-મોરબી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંગીતના સૂર રેલાવીને આ બે મહાન યુગપુરૂષોને સ્વરાંજલિ અર્પણ કરવામાં આવશે.

 



​આ ‘યુગપુરૂષ વંદના’ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકારો પોતાની કલા રજૂ કરશે:શ્રી પ્રદીપભાઈ સોલંકી (સુરત)
​બિંદીયાબેન સોલંકી (જૂનાગઢ) નીલયરાજભાઈ (કચ્છ)
​કમલેશભાઈ પુરબીયા અને સાજિંદા ગ્રૂપ આ સંગીત સંધ્યા માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં મહાપુરૂષોના જીવનના સંઘર્ષો અને તેમના સામાજિક કાર્યોની ગાથા પણ વર્ણવવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે જાહેર જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ સાંસ્કૃતિક અને પ્રેરણાત્મક સાંજનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

​કાર્યક્રમની વિગત ​તારીખ: ૧૧/૦૪/૨૦૨૬ (શનિવાર)
​સમય: રાત્રે ૯:૩૦ કલાકે ​સ્થળ: તથાગત બુદ્ધ કોમ્યુનિટી હૉલ, ભળીયાદ કાંઠે, મોરબી-૨ ​આયોજક: સંવિધાન ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, મોરબી

Back to top button
error: Content is protected !!