GIR GADHADAGIR SOMNATH

અતિ પૌરાણિક તુલશીશ્યામ તીર્થધામ ખાતે રામદેવપીર ધર્મશાળામાહનુમાનજી જયંતીની ભવ્ય ઉજવણી

જીતુભાઈ દેવશીભાઈ વેગડા તેમજ વેગડા પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ઉજવણી,જીતુભાઈ વેગડા તેમજ શિહોર મિત્ર મંડળતરફથી મહાપ્રસાદનું આયોજન

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

અતિ પૌરાણિક તુલશીશ્યામ તીર્થધામ ખાતે રામદેવપીર ધર્મશાળામાહનુમાનજી જયંતીની ભવ્ય ઉજવણી

જીતુભાઈ દેવશીભાઈ વેગડા તેમજ વેગડા પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ઉજવણી, મહાપ્રસાદનું આયોજન

ગીર મધ્યમાં આવેલ અતિ પૌરાણિક તુલશીશ્યામ તીર્થધામ ખાતે આવેલા રામદેવપીર ધર્મશાળામાં હનુમાનજી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જીતુભાઈ દેવશીભાઈ વેગડા અને વેગડા પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રસંગની શરૂઆત હનુમાનજી મહારાજને થાળ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ પધારેલા શ્રદ્ધાળુઓ માટે શિહોર મિત્ર મંડળ અને જીતુભાઈ વેગડા દ્વારા ભોજન તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તુલશીશ્યામ રામદેવપીર ધર્મશાળા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ બાંભણિયાએ ધર્મશાળાના નવીનીકરણ અને જીર્ણોધાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં આ કાર્ય માટે સહયોગની અપેક્ષા દર્શાવી હતી.

કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રાજકીય અને સામાજિક આગેવાનો તથા બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું

Back to top button
error: Content is protected !!