
કામરેજ તાલુકાના નવી પારડી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સરકારી જમીનો અને જાહેર રસ્તાઓના ઉપયોગને લઈને ઉઠેલા પ્રશ્નો બાદ તલાટી મંત્રી દ્વારા આપવામાં આવેલા જવાબોએ સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. ખાસ કરીને રાજ હોટલની સામે આવેલી જમીન અને સુમુલ ડેરીના રસ્તાને લઈને ગ્રામજનોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે રાજ હોટલની સામે આવેલી કિંમતી જમીન પર હાલ અનેક દુકાનો અને લારી-ગલ્લાઓ ધમધમી રહ્યા છે. આ અંગે જ્યારે સવાલ ઉઠાવવામાં આવ્યો કે આ જમીન ગૌચરની છે કે ખાનગી? ત્યારે તલાટી સાહેબે સ્પષ્ટતા કરી હતી કે:
આ જમીન મૂળ ગૌચરની જ છે, પરંતુ હાલમાં તે લોકોને ભાડા પેટે ફાળવવામાં આવી છે
ગૌચરની જમીન વ્યાવસાયિક હેતુ માટે ભાડે આપી શકાય કે કેમ, તે હવે તપાસનો વિષય બન્યો છે.
સુમુલ ડેરીનો રસ્તો: સરકારી કે ખાનગી
બીજો મહત્વનો મુદ્દો સુમુલ ડેરીમાં અવર-જવર કરવા માટે વપરાતા રસ્તાનો હતો. આ રસ્તો ડેરીની માલિકીનો છે કે ગ્રામ પંચાયતનો? તે અંગે તલાટીએ જણાવ્યું હતું કે આ રસ્તો સરકારી જમીન પર આવેલો છે. જોકે, આ બાબતે વધુ સ્પષ્ટતા કરવા માટે તલાટીએ રૂબરૂ ઓફિસે આવીને મળવા માટે જણાવ્યું છે.
રાજ હોટલ સામેની જમીન: સરકારી રેકોર્ડ મુજબ ગૌચર, પણ હાલ ભાડા પેટે વપરાશમાં.
ડેરીનો રસ્તો: સરકારી જમીન હોવાની પુષ્ટિ, પણ વિગતવાર માહિતી માટે રૂબરૂ મુલાકાત જરૂરી.
હવે જોવાનું એ રહે છે કે આ સરકારી જમીનોમાંથી થતી આવક પંચાયતના ચોપડે જમા થાય છે કે કેમ, અને રસ્તાના વિવાદમાં ‘રૂબરૂ’ મુલાકાત બાદ શું નવો વળાંક આવે છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત 





