BHAVNAGARPALITANA

પાલીતાણા નગરપાલિકા ની ચુંટણી પહેલા ભાજપમાં ભડકો

હયાતખાન બલોચ ના સમર્થનમાં ભાજપના હોદ્દેદારો આગેવાનો સહિત ના લોકો એ કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો

ચુંટણી પંચ દ્વારા ગુજરાત મહાનગરપાલીકા નગરપાલિકા જીલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ની ચુંટણી ની તારીખો જાહેર કરી છે ત્યારે આજ રોજ પાલીતાણા અને સિહોર ભાજપમાં ભડકો થયો છે જેમાં આજ રોજ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત બ્લોચ સમાજ ના પ્રમુખ અને પુર્વ નગરપતિ હાજી હયાતખાન બલોચ ની સાથે પાલીતાણા નગરપાલિકા ના પુર્વ ઉપ પ્રમુખ અને ભાવનગર જીલ્લા ભાજપ લધુમતી સેલ ના મહામંત્રી ઉસ્માનભાઈ સૈયદ (મિસ્ત્રી) , પુર્વ આરોગ્ય ચેરમેન અને પાલીતાણા શહેર ભાજપ લઘુમતી મોર્ચા ના પ્રમુખ ઈસુફભાઈ મહેતર (લુખખી) પાલીતાણા નગરપાલિકા ના પુર્વ ચેરમેન ઈબ્રાહિમભાઈ સૈયદ (ઈભલાશેઠ), મહેબુબભાઈ અજમેરી પાલીતાણા તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ ગોરધનભાઈ ગોટી (માલદાર) સિહોર તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ ના પ્રતિનિધિ જયદેવસિંહ ગોહિલ સહિત ૫૦ જેટલા લોકો ભાજપ છોડી ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ હાજી રૂમીભાઈ શેખ, ઈસુફભાઈ સમા ડુંગરપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેસિંહ સરવૈયા પુર્વ શહેર પ્રમુખ કરણશંગ મોરી ની ઉપસ્થિતિમાં કોંગ્રેસ નો ખેસ ધારણ કરી અને કોંગ્રેસ મા જોડાયા હતા

રિપોર્ટ જીશાન ખૂંટ

Back to top button
error: Content is protected !!