GUJARAT:ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું આરોગ્ય જોખમમાં: મોરબી ખાતે જન સ્વાસ્થ્ય અભિયાનની ગંભીર ચેતવણી

GUJARAT ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું આરોગ્ય જોખમમાં: મોરબી ખાતે જન સ્વાસ્થ્ય અભિયાનની ગંભીર ચેતવણી
દેશના કુલ ખતરનાક કચરો ઉત્પન્ન કરતા એકમોમાં ગુજરાત પ્રથમ નંબરે; મોરબીમાં શ્રમિકોના સ્વાસ્થ્ય અધિકારો અંગે રાષ્ટ્રીય અભિયાન યોજાયું
વિશ્વ આરોગ્ય દિવસ (વર્લ્ડ હેલ્થ ડે) નિમિત્તે ‘જન સ્વાસ્થ્ય અભિયાન ભારત’ (JSAI) દ્વારા ચલાવવામાં આવી રહેલા સાત દિવસીય રાષ્ટ્રીય અભિયાનના ત્રીજા દિવસે મોરબી ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અસંગઠિત ક્ષેત્રના મજૂરોના વ્યવસાયિક અને પર્યાવરણીય આરોગ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદૂષણ અને જોખમી કચરામાં મોખરે
કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ સામાજિક કાર્યકર ચિરાગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે:દેશભરમાં કુલ 83,682 એકમો ખતરનાક કચરો ઉત્પન્ન કરે છે.જેમાંથી સૌથી વધુ 23,057 એકમો માત્ર ગુજરાતમાં કાર્યરત છે.આ આંકડા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે, જે પર્યાવરણીય જોખમોની ગંભીરતા સૂચવે છે.સીલીકોસીસનો ભરડો: 26 હજારથી વધુ શ્રમિકો અસરગ્રસ્ત અભિયાનના અગ્રણી હરીશભાઈએ શ્રમિકોની સુરક્ષા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે સરકારી આંકડાઓ (DGMS, DGFASLI અને NHRC) મુજબ ગુજરાતમાં 26,584 મજૂરો અત્યંત જોખમી એવા સીલીકોસીસ રોગથી પીડિત છે. આ આંકડો દર્શાવે છે કે કાર્યસ્થળ પર મજૂરો માટે સુરક્ષાના સાધનો અને આરોગ્ય દેખરેખનો સદંતર અભાવ છે.”અસંગઠિત ક્ષેત્રના મજૂરો માત્ર વિવિધ બીમારીઓ જ નહીં, પણ જીવલેણ અકસ્માતોનો પણ ભોગ બની રહ્યા છે. તેમની સુરક્ષા માટે કડક દેખરેખ વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.” – જન સ્વાસ્થ્ય અભિયાન 1 થી 7 એપ્રિલ દરમિયાન ચાલનારા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મજૂરોના આરોગ્ય અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા અને સરકાર પાસે અસરકારક નીતિઓની માંગ કરવાનો છે. મોરબીના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સીલીકોસીસ પીડિતો, સ્થાનિક શ્રમિકો અને પરપ્રાંતિય મજૂરો જોડાયા હતા.શ્રમિકો અને જાગૃત નાગરિકોએ એકસૂરે માંગ કરી હતી કે ઉદ્યોગોમાં પ્રદૂષણ નિયંત્રણ અને મજૂર સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવામાં આવે જેથી શ્રમિકોને ગંભીર વ્યવસાયિક રોગોથી બચાવી શકાય.
ગુજરાત સચિવાલય સંપર્ક: ચિરાગ (9327388937)
કેન્દ્રીય સચિવાલય સંપર્ક: અમૂલ્ય નિધિ (9425311547 / 9821253773) ગોરાંગ મહોપાત્રા (9437036305) ચંદ્રકાંત યાદવ (9179364847) સંજીવ સિંહા (9140654917) રાહી રિયાઝ (7006578737)










