MORBI:વાત્સલ્યમ્ સમાચારની ઈફેક્ટ : સરદાર બાગમાં આવતા બાળકોના ચહેરા પર ફરી રોનક આવી

MORBI:વાત્સલ્યમ્ સમાચારની ઈફેક્ટ : સરદાર બાગમાં આવતા બાળકોના ચહેરા પર ફરી રોનક આવી
મોરબી: ‘વાત્સલ્યમ્ સમાચાર’ હંમેશા જનતાના પક્ષે રહીને તંત્રની નિષ્ફળતાઓ અને લોકોની હાલાકીને વાચા આપતું રહ્યું છે. મોરબીના હાર્દ સમાન સરદાર બાગમાં કરોડોના ખર્ચે સુવિધાઓ હોવા છતાં તંત્રની ઉદાસીનતાને કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓનો અહેવાલ પ્રસિદ્ધ થતા જ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. સમાચાર પ્રસિદ્ધ થયાના ગણતરીના કલાકોમાં જ ૧૨ દિવસથી બંધ પડેલો મ્યુઝિકલ ફુવારો અને શૌચાલયની લાઈટો શરૂ કરી દેવામાં આવી છે.
શનાળા રોડ પર અંદાજે 1.3 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સરદાર બાગ છેલ્લા ઘણા સમયથી જાળવણીના અભાવે બદહાલ બની રહ્યો હતો.મુખ્ય આકર્ષણ સમાન મ્યુઝિકલ ફુવારો છેલ્લા ૧૨ દિવસથી બંધ હતો.સ્ત્રી અને પુરુષોના શૌચાલયોમાં અંધારપટ હોવાથી મહિલાઓ અને બાળકોને પારાવાર મુશ્કેલી પડતી હતી.કોન્ટ્રાક્ટરની મનમાની અને તંત્રની રહેમનજર હેઠળ જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોવાનું ‘વાત્સલ્યમ્ સમાચાર’ દ્વારા પુરાવા સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. સમાચારની અસર: બાળકોના ચહેરા પર સ્મિત પાછું ફર્યું અહેવાલની ગંભીરતાને સમજીને મોરબી મહાનગરપાલિકાના તંત્રએ તાકીદે કોન્ટ્રાક્ટરને સૂચના આપી મરામતની કામગીરી પૂર્ણ કરાવી છે.
ફુવારો અને મ્યુઝિક શરૂ: સાંજના સમયે ફરી એકવાર મ્યુઝિકના તાલે ફુવારા શરૂ થતા બાળકોમાં આનંદ છવાયો હતો. શૌચાલય અને બગીચાના અન્ય ખૂણાઓમાં બંધ પડેલી લાઈટો ચાલુ કરી દેવાતા મુલાકાતીઓમાં સુરક્ષાનો અહેસાસ જાગ્યો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જે કામ ૧૨ દિવસથી પેન્ડિંગ હતું, તે સમાચાર આવતાની સાથે જ ગણતરીના સમયમાં ઉકેલાઈ ગયું.”લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ‘વાત્સલ્ય સમાચાર’ એ જનતાની પીડાને વાચા આપી અને પરિણામે આજે સરદાર બાગ ફરી રોનક પામ્યો છે. તંત્રએ ભવિષ્યમાં પણ આવી જાગૃતિ રાખવી જોઈએ.”
જનતાના પ્રશ્નો માટે લડવું એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. સરદાર બાગની સુવિધાઓ પુનઃ કાર્યરત થતા હવે શહેરીજનો ફરીથી મનોરંજન માણી શકશે. તંત્ર અને કોન્ટ્રાક્ટર હવે આ સુવિધાઓ સતત ચાલુ રાખે તેવી આશા મોરબીવાસીઓ












