HALVAD:હળવદ સુંદરગઢની સીમમાંથી બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ, ૪.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત




HALVAD:હળવદ સુંદરગઢની સીમમાંથી બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ, ૪.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત
હળવદ પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત સુંદરગઢ ગામની સીમમાંથી એક શખ્સને બલેનો કાર અને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


હળવદ પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુંદરગઢ ગામની સીમમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક સિલ્વર કલરની બલેનો કાર (નંબર: GJ-36-AP-6748) ને અટકાવી તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકના બાચકાઓમાં ભરેલો દેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:દેશી દારૂ: ૩૦૦ લીટર (કિંમત રૂ. ૬૦,૦૦૦/-) બલેનો કાર: (કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/-) કુલ મુદ્દામાલ: રૂ. ૪,૬૦,૦૦૦/-પકડાયેલ અને વોન્ટેડ આરોપી પોલીસે સ્થળ પરથી ઇલેશ શંભુભાઇ ડાભી (રહે. સુંદરગઢ, તા. હળવદ) નામના ઇસમને ઝડપી પાડ્યો હતો. તેની પ્રાથમિક પૂછપરછમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભવાનીગઢ ગામના મીતુલ મુકેશભાઈ દેકાવાડીયાનું નામ ખુલ્યું હતું.હળવદ પોલીસે પકડાયેલ આરોપી, ફરાર આરોપી તથા દારૂનો જથ્થો આપનાર સહિતના તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.




