GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગ્રામીણ ક્રિકેટ ફાઇનલ મેચના રોમાંચક મુકાબલામાં મિર્ઝા ઇલેવન ને યંગ ઇલેવનને હરાવી ટ્રોફી પર જમાવ્યો કબજો.

 

તારીખ ૦૫/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામના મુસ્લિમ સમાજ આયોજિત ગ્રામીણ ટુર્નામેન્ટ સિઝન-2 નો શાનદાર સમાપન થયો હતો જ્યાં ફાઈનલ મેચમાં વેજલપુરની જ બે દિગ્ગજ ટીમો વચ્ચે ખરાખરીનો રોમાંચક જંગ ખેલાયો હતો, જેમાં મિર્ઝા ઇલેવને યંગ ઇલેવનને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે.આ ટુર્નામેન્ટમાં પંથકની કુલ 6 ટીમોએ કૌવત બતાવ્યું હતું, જેમાં બોરૂની 2, વેજલપુરની 3 અને રાજગઢની 1 ટીમનો સમાવેશ થયો હતો. ફાઈનલ મેચમાં બે સ્થાનિક ટીમો સામસામે હોવાથી પ્રેક્ષકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો મેચ જોવા ઉમટી પડ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા યંગ ઇલેવને નિર્ધારિત ઓવરોમાં 77 રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મિર્ઝા ઇલેવન તરફથી સલમાન પાડવાએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 11 બોલમાં 33 રન ફટકારીને મેચને એકતરફી બનાવી દીધી હતી અને ટીમને ભવ્ય વિજય અપાવ્યો હતો.મેન ઓફ ધ મેચ સલમાન જમાલ (ફાઈનલમાં શાનદાર પ્રદર્શન માટે) બેસ્ટ બોલર સોહેલ મકરાની (ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવા બદલ) બેસ્ટ બેટર રિયાઝ ટપ (ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવા બદલ) ને ટ્રોફી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટનું સફળ સંચાલન અને આયોજન તસલીમ પેડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમને ટ્રોફી અને પુરસ્કાર મુખ્ય અતિથિ રમઝાની પથીયા (મંત્રી) તથા લુકમાન ખૂંધા (પત્રકાર) ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે અગ્રણીઓએ ખેલાડીઓની ખેલદિલીને બિરદાવી હતી અને વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.ખેલદિલી અને સમાજમાં એકતા વધે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલી આ ટુર્નામેન્ટની સફળતાથી સમગ્ર વેજલપુર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!