GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જલારામ ધામ ખાતે નિ:શુલ્ક નેત્રમણી કેમ્પ યોજાયો: ૨૫૮ દર્દીઓએ લીધો લાભ

 

MORBI:મોરબી જલારામ ધામ ખાતે નિ:શુલ્ક નેત્રમણી કેમ્પ યોજાયો: ૨૫૮ દર્દીઓએ લીધો લાભ

 

​૫૫ કેમ્પના અંતે કુલ ૧૫,૪૯૪ લોકોનું વિનામુલ્યે નિદાન અને હજારોના સફળ ઓપરેશન



શહેરના અયોધ્યાપુરી રોડ પર આવેલા શ્રી જલારામ ધામ ખાતે દર મહિનાની ૪ તારીખે યોજાતા પરંપરાગત નિ:શુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું ગત શનિવાર, ૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં કુલ ૨૫૮ દર્દીઓએ પોતાની આંખોની તપાસ કરાવી હતી.

​ચાલુ માસનો આ કેમ્પ સ્વ. રમણીકભાઈ જગજીવનભાઈ પોપટની સ્મૃતિમાં તેમના પરિવારજનો નિતિનભાઈ પોપટ તથા દીપકભાઈ પોપટ (રીધ્ધી ફટાકડા, ચેરમેન-મોરબી નાગરિક બેંક) ના આર્થિક સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોપટ પરિવાર અને હીરાણી પરિવારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા. રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ અને તેમની ટીમ દ્વારા અત્યાધુનિક ફેકો મશીનથી ટાંકા વગરના ઓપરેશન માટે દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી.કેમ્પમાં નિદાન થયેલા દર્દીઓ પૈકી ૧૩૧ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. ઓપરેશન, સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ, રહેવા-જમવાની વ્યવસ્થા, ચશ્મા અને દવાઓ જેવી તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે.મોરબી જલારામ ધામ ખાતે સેવાના અવિરત પ્રવાહ સમાન આ ૫૫મો કેમ્પ હતો. અત્યાર સુધીમાં:​કુલ નિદાન થયેલ દર્દીઓ: ૧૫,૪૯૪
​કુલ સફળ ઓપરેશનો: ૭,૧૦૩ (૧૩૧ નવા ઓપરેશન સહિત)
​આગામી કેમ્પની માહિતી:આ કેમ્પ દર મહિનાની ૪ તારીખે યોજાય છે. આગામી કેમ્પનો લાભ લેવા માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી, પરંતુ દર્દીએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.​કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ અને જલારામ સેવા મંડળ તથા મહિલા મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮) અથવા નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮) નો સંપર્ક કરી શકાય છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!