BANASKANTHADEODARGUJARAT

પીડિત વિધાર્થી ના પરિવાર સાથે સમાધાન અનેક તર્ક વિતર્ક 

પીડિત વિધાર્થી ના પરિવાર સાથે સમાધાન અનેક તર્ક વિતર્ક

 

દિયોદર સોનગઢ પ્રાથમિક શાળામાં વિધાર્થી ને ઢોર માર મારવાના મામલે શિક્ષણ વિભાગે તપાસ કરી

 

પ્રતિનિધિ :દિયોદર કલ્પેશ બારોટ

 

•સમાધાન કર્યું કે દબાણ ? શિક્ષક સામે કાર્યવાહી થશે?

 

દિયોદર તાલુકાના સોનગઢ પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિધાર્થી ને માર મારવાના મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે જેમાં શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરતા શિક્ષકે વિધાર્થી ના પરિવાર સાથે સમાધાન કરી દીધું છે તેને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાઈ છે ત્યારે શું સત્ય બહાર આવશે શું શિક્ષક સામે કાર્યવાહી થશે તેને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે

 

થોડા સમય અગાઉ દિયોદર તાલુકાના સોનગઢ પ્રાથમિક શાળામાં ધોરણ 4 ના વિધાર્થી ને પેન્સિલ લેવા જેવી બાબતે શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કરી શિક્ષક સામે કાર્યવાહી કરવા દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી માંગ કરી હતી સમગ્ર મામલે દિયોદર શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા વિધાર્થી ના પરિવાર દ્વારા શિક્ષક પાસે સમાધાન કર્યું હોવાનો ઘટસ્ફોડ થતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ છે શું વિધાર્થી ના પરિવાર ને કોઈ દબાણ કરાયું છે ? શું વિધાર્થીના પરિવારે જાતે સમાધાન કર્યું છે તેને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાઈ છે

 

• સમાધાન કર્યું તેવું તપાસમાં જાણવા મળ્યું છે :શિક્ષણ અધિકારી

 

આ બાબતે ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી એ જણાવેલ કે વિધાર્થી ના પરિવારે ગામલોકો ને સાથે રાખી નિવેદન આપ્યું છે જેમાં ગેર સમજ ના કારણે અરજી કરી હતી શિક્ષક સામે કોઈ કાર્યવાહી થવી ના જોઈએ તેવું જણાવ્યું છે

 

•સમગ્ર મામલા ને દબાવવામાં આવ્યો હોવાનું ચર્ચાસ્પદ

 

વિધાર્થી ને ઢોર માર મારવાના મામલે સમગ્ર મામલાને દબાવવામાં આવ્યો હોવાનું ચર્ચાસ્પદ છે શિક્ષક સામે કાર્યવાહી ના થાય તે માટે મોટા માથાના લોકોએ વિધાર્થીના પરિવાર સાથે સમાધાન કર્યું હોવાનું ચર્ચાય છે હવે શું શિક્ષણ વિભાગ કોઈ કાર્યવાહી કરશે? તેને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે

Back to top button
error: Content is protected !!