GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
MORBI:મોરબી ઢુવા ચોકડી પાસે તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

MORBI:મોરબી ઢુવા ચોકડી પાસે તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી
મોરબી: મોરબીના ઢુવા ચોકડી પાસે આવેલા રાણેકપર નજીકના એક તળાવમાંથી આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ તળાવના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.
મળતી વિગતો મુજબ, રાણેકપર પાસેના તળાવમાં એક બોડી તરતી હોવાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે મૃતદેહને બહાર કાઢી વાંકાનેર પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ વાંકાનેર પોલીસ ટીમ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.હાલ આ મૃતક વ્યક્તિ કોણ છે અને તેનું મોત કેવી રીતે થયું તે અંગે કોઈ સત્તાવાર વિગત જાણવા મળી નથી.










