ARAVALLIGUJARATMODASA

અરવલ્લી –  જિલ્લામાં જાહેરમાં 3 હુમલાઓની ઘટનાના બનાવો – હોટલ પર હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા – આરોપીનું સરઘસ કાઢી સબક શીખવવામાં આવે તેવી લોકોમાં માંગ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી –  જિલ્લામાં જાહેરમાં 3 હુમલાઓની ઘટનાના બનાવો – હોટલ પર હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા – આરોપીનું સરઘસ કાઢી સબક શીખવવામાં આવે તેવી લોકોમાં માંગ

અરવલ્લી જિલ્લામાં પ્રતિદિન હુમલાઓની ઘટનામાં એક પછી એક વધારો થતો જોવા મળી રહ્યો છે જેની અંદર વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના વિસ્તારની અંદર બાયડ ખાતે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક યુવાન પર ગેસ એજન્સીના સંચાલક દ્વારા હુમલાની ઘટના સામે આવી હતી. તો બીજી તરફ શામળાજી અસલ પાસે આવેલા આસોપાલવ હોટલ ની અંદર ખાલી ડબ્બાની બાબતને લઈ ચાર લોકો દ્વારા હોટલના મેનેજર તેમજ કર્મચારી પર હુમલો કરવાની ઘટના બની હતી તો બીજી તરફ હજીરા વિસ્તારમાં આવેલા સીએનજી પેટ્રોલ પંપ ખાતે પણ એક યુવક પર અચાનક હુમલો કર્યા ની ઘટના સામે આવી છે જેને લઇને હાલ અરવલ્લી જિલ્લાની અંદર હુમલાની ઘટનાઓમાં એક પછી એક વધારો થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઘટના ના CCTV પણ સામે આવ્યા છે છતાં હુમલો કરનાર લોકોને સબક શીખવાડવામાં પોલીસ પાછી પડતી હોય તેવું તો નથી ને…? પોલીસ ધ્વારા આરોપીઓ ને પકડવામાં આવે છે અને જામીન પર છૂટી પણ જાય છે પરંતુ જાહેરમાં જે રીતે લુખ્ખા તત્વો દ્વારા જે પ્રકારે હુમલા કરવાની ઘટનાઓને લઈ લોકોમાં ભારે રૂપ પણ જોવા મળી રહ્યો છે તત્વોનું જાહેરમાં એક સાથે સરઘસ કાઢવામાં આવી તેવી પણ માંગ ઉઠી છે. જિલ્લાના પોલીસવડા આ બાબતે ગંભીરતા દાખવી આવા તત્વોને સબક શિખાડવામા આવે તે પણ ખૂબ જરૂરી છે કારણ કે અરવલ્લી જિલ્લાની અંદર હવે દિન પ્રતિદિન હુમલાઓની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે લોકોમાં ભય અને માહોલ પણ જોવા મળી રહ્યો છે

Back to top button
error: Content is protected !!