HALVAD:હળવદના દિઘડીયા પાસે પોલીસની કાર્યવાહી: ઇકો કારમાંથી ૨.૫૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો




HALVAD:હળવદના દિઘડીયા પાસે પોલીસની કાર્યવાહી: ઇકો કારમાંથી ૨.૫૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

હળવદ પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે દિઘડીયા ગામ પાસે વોચ ગોઠવીને એક સફેદ કલરની ઇકો સ્પોર્ટ્સ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ ₹૫,૫૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, હળવદ પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો કારમાં દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે દિઘડીયા ગામ પાસે નાકાબંધી દરમિયાન GJ-36-F-9267 નંબરની ઇકો સ્પોર્ટ્સ કારને રોકીને તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.વિદેશી દારૂની બોટલો: ૨૮૮ નંગ (કિંમત ₹૨,૫૬,૮૦૦/-) ઇકો સ્પોર્ટ્સ કાર: ૧ નંગ (કિંમત ₹૩,૦૦,૦૦૦/-) કુલ મુદ્દામાલ: ₹૫,૫૬,૮૦૦/-પોલીસે આ મામલે જયરાજભાઈ દિલુભાઈ ઉર્ફે દિલીપભાઈ બોરીચા (રહે. ગામ કળમાદ, તા. મૂળી, જી. સુરેન્દ્રનગર) નામના ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




