હાલોલ:રિઝવાન ભાઈ મુલતાની ની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણુક કરાઈ, કાર્યકરોમાં ખુશીની માહોલ

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૬.૪.૨૦૨૬
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા ના અધ્યક્ષ નાહીન ભાઈ કાજી અને પ્રદેશ ભાજપ મોવડી મંડળ દ્વારા પંચમહાલ જિલ્લા ના યુવા કર્મષ્ઠ જમીની લેવલ પર પાર્ટી મા વર્ષોથી વફાદારી પૂર્વક કામ કરનાર કાર્યકર્તા રિઝવાન ભાઈ મુલતાની ની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા ના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક થવાંથી પંચમહાલ જિલ્લા સાથે સમગ્ર ગુજરાત ના રિઝવાન ભાઈ મુલતાની ના સમર્થકો મા ખુશી ની લહેર છવાઈ ગયી છે રિઝવાન ભાઈ વર્ષો થી ભાજપ સાથે સંકળાયેલ છે હાલોલ શહેર લઘુમતી મોરચા ના પ્રમુખ તરીકે સતત ત્રણ ટર્મ અને જિલ્લા ઉપપ્રમુખ તરીકે એક ટર્મ અને અન્ય ઘણી સમાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે જેમાં ખાસ કરીને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ મા પણ હાલોલ ના પ્રમુખ તરીકે અને ઝોન ચેરમેન તરીકે રીજીયન ચેરમેન તરીકે કેબિનેટ સેક્રેટરી તરીકે પણ સેવાઓ કરેલ છે સાથે અઝીમી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હાલોલના તેવો પ્રમુખ છે.રિઝવાન ભાઈ ની પ્રદેશ કક્ષા એ નિમણુંક થી સમગ્ર પંચમહાલ જિલ્લા ના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સમગ્ર જિલ્લા અને ગુજરાત ભર માથી કાર્યકર્તાઓ રિઝવાનભાઇ ને અભિનંદન આપી રહયા છે.







