MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આગામી ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં મોટો ફેરફાર; અનેક PIની સાગમટે બદલી

 

 

MORBI:મોરબી આગામી ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં મોટો ફેરફાર; અનેક PIની સાગમટે બદલી

 

મોરબી: જિલ્લામાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ બદલીઓ કરવામાં આવી હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નિલેશ ઘેટિયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મોરબી સિટી એ ડિવિઝનમાં વાય બી જાડેજા અને સિટી બી ડિવિઝનમાં જયદીપસિંહ સરવૈયાને જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત એસઓજીમાં આર સી ગોહિલ, ટંકારામાં જે ડી ઝાલા, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં વી એસ સિંધવ અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં બી વી પટેલની નિમણૂક કરવામાં આવી છે.

હળવદ પોલીસ સ્ટેશનમાં આર ટી વ્યાસ, માળિયા પોલીસ સ્ટેશનમાં કે કે દરબાર તેમજ મોરબી જિલ્લા ટ્રાફિક શાખામાં ડી.વી. ખરાડીની નિમણૂક કરવામાં આવી છે. એલઆઈબીમાં એસપી જાડેજા, મહિલા પોલીસ સ્ટેશનમાં એચ વી ધેલા અને સાયબર સેલમાં એસ.કે. ચારેલને જવાબદારી સોંપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!