DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા પૂજ્ય સાધ્વી મુરલિકા શર્મા જીનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું

તા.૦૮.૦૪.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા પૂજ્ય સાધ્વી મુરલિકા શર્મા જીનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના પવિત્ર અવસરે તા. ૨ એપ્રિલ ૨૦૨૬ થી ૮ એપ્રિલ ૨૦૨૬ દરમ્યાન ભવ્ય ધાર્મિક આયોજન યોજાયું હતું. આ કથાનું આયોજન દાહોદના સનાતન ધર્મપ્રેમી તથા આદરણીય વડીલ પ્રિન્સીપાલ ગોપાલભાઈ શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે તા. ૭ એપ્રિલ ૨૦૨૬, મંગળવારના રોજ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ટીમ તથા રામાનંદ પાર્ક દ્વારા શ્રીમદ્ ભાગવત કથાના વક્તા, વ્રજ બાલિકા પૂજ્ય સાધ્વી સુશ્રી મુરલિકા શર્મા જીનું શ્રી રામજીની પવિત્ર તસ્વીર ભેટ આપી, ફૂલહાર પહેરાવી અને ભગવા શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય સાધ્વીશ્રી દ્વારા રાષ્ટ્રીય હિન્દુ સંઘના પ્રદેશ પ્રચારક શ્રી રીંકેશભાઈ પ્રજાપતિ તેમજ બાળ કલાકાર કુમારી અક્ષરા મુકેશભાઈ પ્રજાપતિનું ખેસ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના, સાંસ્કૃતિક એકતા અને સનાતન પરંપરાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!