હાલોલ ભાજપા ધ્વારા મલ્લિકાર્જન ખડગેના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૪.૨૦૨૬
ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓના સન્માન મુદ્દે ફરી એકવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ નિવેદનના વિરોધમાં આજે બુધવારે હાલોલ શહેર ભાજપા દ્વારા આક્રમક અને અનોખું ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જેમા ભાજપના કાર્યકરોએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા જેમાં “ગુજરાતના અપમાન બદલ માફી માંગે કોંગ્રેસ” “કોંગ્રેસે કર્યું ગાંધી સરદારનું અપમાન માફી માંગે કોંગ્રેસ” “ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, માફી માંગે કોંગ્રેસ” “અમે ગુજરાતીઓ અભણ નથી માફી માંગે કોંગ્રેસ જેવા સૂત્રોચાર કર્યા હતા જ્યારે આ મૌન રેલી હાલોલ તાલુકા પંચાયત ખાતે નીકળી હતી અને હાલોલ બસ્ટેન્ડ ચોકી પર પૂર્ણ કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન માં હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ સહિત શહેર અને તાલુકા ભાજપાના હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.









