₹3.60 કરોડના ચેક બાઉન્સ કેસમાં આરોપી નિર્દોષ જાહેર, પુરાવાની ખામીઓ કારણે કોર્ટનો નિર્ણય

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ: શહેરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા ₹ 3.60 કરોડના ચેક બાઉન્સ કેસમાં આરોપી પક્ષને મોટી રાહત મળી છે.કોર્ટે આરોપી મોહસીન અહેમદ મુસ્તાકભાઈ કાઝીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો છે.
ફોજદારી કેસ નં.4508/2021માં ફરિયાદી સલીમભાઈ વલીભાઈ દરબારે આરોપી સામે કુલ ₹3.60 કરોડના ત્રણ ચેક બાઉન્સ થયાનો આક્ષેપ કર્યો હતો.ફરિયાદી પક્ષે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-138 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
બચાવ પક્ષના વકીલ એડવોકેટ હબીબ વોરાએ કેસ દરમિયાન ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓમાં ટેકનિકલ ખામીઓ દર્શાવી હતી.કોર્ટે નોંધ્યું કે બિલો માટે જરૂરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું ન હતું તેમજ બેંકના દસ્તાવેજો પણ સત્તાવાર રીતે માન્ય નહોતા.
આ ઉપરાંત ફરિયાદી પક્ષ લેણું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનું કોર્ટે નોંધ્યું હતું.પરિણામે, કોર્ટે આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.




