GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBl મોરબી ચેક રિટર્ન કેસમાં વધુ એક કડક સજાનો હુકમ

 

MORBl મોરબી ચેક રિટર્ન કેસમાં વધુ એક કડક સજાનો હુકમ

 

પૈસા ચુકવવામાં કસુર કરેતો વધુ ૧-વર્ષ ની સખત કેદ ની સજા ફટકારવા નો મોરબી કોર્ટ નો આદેશ.

આ કામ માં ફરીયાદી શાહબાજખાન અસરફખાન સિપાઈ એ મિત્રતા ના સંબંધ દાવે સાવનભાઈ રતિલાલ ફેફર ને રૂા.૫,૦૦,૦૦૦/- અંકે રૂપીયા પાંચ લાખ પૂરા હાથ ઉછીનાં આપેલ ત્યારબાદ આરોપી ફરીયાદી ની લેણી રકમ ચુકવવામાં નિષ્ફળ જતા ફરીયાદી એ મોરબી ની નામદાર કોર્ટ માં કેસ.નં-૯૭૦/ ૨૦૨૪ थी ધી-નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ-૧૩૮ અન્વયે ફરીયાદ કરતા સદરહું ફરીયાદ શ્રી મોરબી ના મહે.બીજા એડી. ચીફ જયુડી.મજી.સાહેબ ની કોર્ટ માં ચાલી જતા શ્રી મોરબી ના મહે.બીજા એડી.ચીફ જયુડી.મજીસ્ટ્રેટ(શ્રી જે.જે.જોષી) સાહેબ એ આરોપી ને ૧-વર્ષ ની સખત કેદ ની સજા તથા તથા ફરીયાદ ની તારીખ થી ૬% વ્યાજ વળતર પેટે ચુકવવી આપવા હુકમ કરેલ અને જો વળતર ની રકમ ન ચુકવવા માં કસુર કરે તો વધુ ૧-(એક) વર્ષ ની વધારા ની સખત કેદ ની સજા નો હુકમ કરેલ આ કામ માં ફરીયાદ પક્ષે “કોટક લો ચેમ્બર” ના સિનિયર વકીલશ્રી નિકુંજ પી.કોટક હેઠળ પ્રેકટીસ કરતા વકીલશ્રી હિરેન ડી. ગોસ્વામી, તથા વકીલશ્રી હાર્દિક ડી.ગોસ્વામી, વકીલશ્રી વિશાલ પી.ચાવડા રોકાયેલા હતા.

(2- બિજા કેશમાં) મોરબી ચેક રીર્ટન કેસ માં આરોપી ને ૧-વર્ષ ની કેદ અને ડબલ રકમ ચુકવવા નો હુકમ.

પૈસા ચુકવવામાં કસુર કરેતો વધુ ૯૦-દિવસ ની સજા ફટકારવા નો મોરબી કોર્ટ નો આદેશ.

આ કામ માં ફરીયાદી હર્ષદભાઈ ધનજીભાઈ ઉંટવાડીયા એ મિત્રતા નાં દાવે વિપુલભાઈ ડાયાભાઈ ધરોડીયા ને ૬-માસ ની મુદત માં પરત આપવાની શસ્તે રૂ।.૩,૦૦,૦૦૦/- ત્રણ લાખ પૂરા હાથ ઉછીનાં આપેલ અને તે અંગે નું હાથ ઉછીની રકમ આપ્યા અંગે પ્રોમીસરી નોટ લખી આપેલ ત્યારબાદ આરોપી ફરીયાદી ની રકમ ચુકવવામાં નિષ્ફળ જઈ પ્રોમીસરી નોટની શરતો નો ભંગ કરતા ફરીયાદી એ મોરબી નામદાર કોર્ટ માં કેસ.નં-૫૫૮/૨૦૨૪ ઘી-નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ અન્વયે ફરીયાદ કરતા સદરહું ફરીયાદ શ્રી મોરબી ના મહે.ચોથા એડી.ચીફ જયુડી.મજી.ફર્સ્ટ કલાસ સાહેબ ની કોર્ટ માં ચાલી જતા શ્રી મોરબી ના મહે.ચોથા એડી.ચીફ જયુડી.મજી.ફર્સ્ટ કલાસ સાહેબ એ આરોપી ને ૧-વર્ષ ની કેદ તથા ડબલ રકમ તથા ફરીયાદ ની તારીખ થી ૯% વ્યાજ વળતર પેટે ચુકવવી આપવા હુકમ કરેલ અને જો વળતર ની રકમ ન ચુકવેતો ૯૦-દિવસ ની વધારા ની સજા નો હુકમ કરેલ આ કામ માં ફરીયાદ પક્ષે “કોટક લો ચેમ્બર” ના સિનિયર વકીલશ્રી નિકુંજ પી.કોટક હેઠળ પેકટીસ કરતા વકીલશ્રી હિરેન.ડી.ગોસ્વામી, તથા વકીલશ્રી હાર્દિક.ડી.ગોસ્વામી, વકીલશ્રી વિશાલ.પી.ચાવડા રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!