SAGBARA
૧૧ એપ્રિલ શનિવારે ચૂંટણી અધિકારીઓ / મદદનીશ ચૂંટણી અધિકારીઓની કચેરીઓ ખુલ્લી રહેશે,

૧૧ એપ્રિલ શનિવારે ચૂંટણી અધિકારીઓ / મદદનીશ ચૂંટણી અધિકારીઓની કચેરીઓ ખુલ્લી રહેશે,

વાતાસલ્યમ સમાચાર
જેસિંગ વસાવા: સાગબારા
તા.૨૬.૦૪.૨૦૨૬ રોજ યોજવા માટે રાજય ચૂંટણી આયોગ દ્વારા તા.૦૧-૦૪-૨૦૨૬ના રોજ વિગતવાર કાર્યક્રમ આપવામાં આવેલ છે. આ કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૧૧.૦૪.૨૦૨૬ રોજ છે. તા.૧૧.૦૪.૨૦૨૬ બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા હોય છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવેલ ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૧૧.૦૪.૨૦૨૬ રોજ ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીશ્રીઓ/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓની કચેરીઓ ખુલ્લી રહેશે અને ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે. જેથી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડવા ઇચ્છતા તમામ ઉમેદવારોએ આ બાબતની નોંધ લેવી.


