MORBI:મોરબીના પંચાસર રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, અન્ય બેના નામ ખુલ્યા




MORBI:મોરબીના પંચાસર રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, અન્ય બેના નામ ખુલ્યા

મોરબી: શહેરના પંચાસર રોડ પરથી એ-ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 12,160નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય બે શખ્સો વિરુદ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે પંચાસર રોડ પર દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પંચાસર રોડ પર આવેલા ખ્વાજા પેલેસ પાસે દરોડો પાડતા ત્યાંથી પીયુષ નવઘણભાઈ ખીંટ (રહે. વાવડી રોડ, ભગવતીપરા પાસે, મોરબી) નામનો શખ્સ મળી આવ્યો હતો.
મુદ્દામાલની વિગત પોલીસે આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:વિદેશી દારૂના ચપલા: 18 નંગ (કિંમત રૂ. 2,160) મોબાઈલ ફોન: 1 નંગ (કિંમત રૂ. 10,000)
કુલ મુદ્દામાલ: રૂ. 12,160 તપાસમાં ખુલ્યા અન્ય બે નામ
ઝડપાયેલા આરોપી પીયુષની કડક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગુનામાં અન્ય બે શખ્સો પણ સામેલ છે. જેમાં:અફજલ અજીતભાઈ ચૌહાણ (રહે. લાતી પ્લોટ શેરી નં-08, મોરબી) ઝુબેરભાઈ ઉર્ફે બબુડો મહેબુબભાઈ માયક (રહે. પંચાસર રોડ, મોરબી) પોલીસે આ ત્રણેય ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.



