TANKARA: ટંકારા પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી :આરોપીને દબોચી લીધો

TANKARA: ટંકારા પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી :આરોપીને દબોચી લીધો
ટંકારા: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ એક્શન મોડમાં છે. ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં પોલીસે બાજ નજર રાખીને આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી લીધો છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના સીધા માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ટંકારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૨૩૮, ૩૫૧(૨) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ મર્ડરનો ગુનો નોંધાયો હતો.હ્યુમન સોર્સીસની મદદથી મળી સફળતા ગુનો નોંધાતા જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ (બાતમીદારો) ના સચોટ ઉપયોગ દ્વારા આરોપીના લોકેશનની માહિતી મેળવવામાં આવી હતી. પરિણામે, ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.ઝડપાયેલ આરોપીની વિગત પોલીસના સકંજામાં આવેલ આરોપીની ઓળખ સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા (દેવીપુજક) ઉંમર: ૪૦ વર્ષ વ્યવસાય: મજુરી તથા રિક્ષા ડ્રાઈવિંગ રહેઠાણ: હાલ લજાઈ-ભિમનાથ રોડ, ગોરસ કારખાના પાસે, સિલ્વર પ્લાસ્ટિકના કારખાનાની ઓરડીમાં. (મૂળ રહે. જોગણીનગર, સનાળા બાયપાસ રોડ, મોરબી) ઝડપી પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








