MORBI:મોરબી વિદેશી દારૂના કેસમાં સાત વર્ષથી વોન્ટેડ આરોપી દિલ્હીથી ઝડપાયો

MORBI:મોરબી વિદેશી દારૂના કેસમાં સાત વર્ષથી વોન્ટેડ આરોપી દિલ્હીથી ઝડપાયો
મોરબી LCBનો મોટો સપાટો: સાત વર્ષથી દારૂના કેસમાં નાસતા ફરતા દિલ્હીના આરોપીને ઝડપી પાડ્યો
મોરબી: રાજકોટ રેન્જ આઈજી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સક્રિય કામગીરી કરી એક મહત્વની સફળતા મેળવી છે.
વર્ષ 2019માં મોરબીના માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જથ્થા અંગેનો એક ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા સાત વર્ષથી પોલીસને થાપ આપી ફરાર હતો. પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી.મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી દિલ્હીમાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે દિલ્હી ખાતે વોચ ગોઠવીને દીપક પવનકુમાર યાદવ (રહે. જાફરપુર, ન્યુ દિલ્હી) નામના શખ્સને દબોચી લીધો હતો.સાત વર્ષથી પોલીસની પકડથી દૂર રહેલા આ આરોપીને ઝડપી લીધા બાદ, મોરબી પોલીસે તેને માળીયા મિયાણા પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.








