ARAVALLIMODASA

અરવલ્લી – ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં રોષ, અનેક બેઠકો પર અંદર ખાનગી રીતે કાર્યકરોમાં નારાજગી હોવાની વાતો વહેતી થઈ ..!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં રોષ, અનેક બેઠકો પર અંદર ખાનગી રીતે કાર્યકરોમાં નારાજગી હોવાની વાતો વહેતી થઈ ..!!!


અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે રોષનો માહોલ સર્જાયો છે. વિવિધ તાલુકા અને ગ્રામપંચાયત બેઠકો પર અંદરખાને નારાજગી ઊભી થઈ રહી હોવાનું સામે આવ્યું છે.
દધાલિયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારને લઈને કાર્યકરોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે પાર્ટીએ સ્થાનિક કાર્યકરોને અવગણીને “આયાતી ઉમેદવાર”ને ટિકિટ આપતા અસંતોષ ફાટી નીકળ્યો છે. જેના પગલે કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ મામલે દધાલિયા વિસ્તારના આગેવાનો મોડાસા સ્થિત કમલમ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ જવાબદાર હાજર ન હોવાને કારણે કાર્યકરોમાં વધુ રોષ ફેલાયો હતો. આગેવાનો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવામાં આવે.જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ટિકિટ ફાળવણીને લઈને અસંતોષનો માહોલ છે. ખાસ કરીને મેઘરજ તાલુકામાં કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે ક્યાંક અંદર ખાનગી રીતે જે વાતો વહેતી થઈ છે જેને લઇ અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.શણગાલ ગ્રામપંચાયત પર તાલુકા અને જિલ્લા સ્તરે થયેલી ફાળવણીને લઈને કેટલાક લોકોમાં નારાજગી હોવાની પણ સૂત્રો ધ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે.મતદારો અને સ્થાનિક કાર્યકરોના મતે આ અસંતોષ જો યથાવત્ રહેશે તો આવનારી ચૂંટણીમાં ભાજપને નુકસાન ભોગવવું પડી શકે છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિણામો વિપરીત આવવાના એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!