GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ભાજપને મોટો ઝટકો: પૂર્વ પ્રમુખ લલિતભાઈ કામરીયાનો બળવો, અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી

 

MORBI:મોરબીમાં ભાજપને મોટો ઝટકો: પૂર્વ પ્રમુખ લલિતભાઈ કામરીયાનો બળવો, અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી

 


​મોરબી: સ્થાનિક રાજકારણમાં આજે ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના દિગ્ગજ આગેવાન લલિતભાઈ કામરીયાએ પક્ષ સામે બળવો પોકાર્યો. પક્ષ દ્વારા ટિકિટ ન મળતા નારાજ થયેલા લલિતભાઈએ આજે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.


​લલિતભાઈ કામરીયાએ આજે વોર્ડ નં. 08માંથી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમની આ જાહેરાત અને ઉમેદવારીને પગલે સ્થાનિક ભાજપ સંગઠનમાં મોટું ભંગાણ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
​મહત્વનું છે કે, જ્યારે લલિતભાઈ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. સમર્થકોના ભારે ઉત્સાહ વચ્ચે તેમણે પોતાની દાવેદારી નોંધાવી હતી, જે આગામી ચૂંટણીમાં ભાજપ માટે પડકારજનક સાબિત થઈ શકે છે.

Back to top button
error: Content is protected !!