DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરતાની સાથેજ ભારતીય જનતા પાર્ટીના સક્રિય એવા પુર્વ કાઉન્સીલરો સહિત સાત જેટલા કાઉન્સીલર ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જાેડાયા

તા.૧૦.૦૪.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરતાની સાથેજ ભારતીય જનતા પાર્ટીના સક્રિય એવા પુર્વ કાઉન્સીલરો સહિત સાત જેટલા કાઉન્સીલર ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જાેડાતા ભાજપમાં મોટો રાજકીય ભડકો થયો છે. સક્રિય કાર્યકર્તાઓએ ભાજપમાં જાેડાતાંની સાથેજ દાહોદ નગરપાલિકામાં ભાજપને પાલિકા કબજે કરવા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તેમાંય પાલિકામાં સત્તા જાળવી રાખવા માટે આ વખતે ભાજપને કપરા ચઢાણ સાબીત થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.ભારતીય જનતા પાર્ટીએ દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની આગામી ૨૬મીએ યોજાનારી ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી બહાર પાડતા જ અને તમામ જૂના જાેગીઓના પત્તા કપાઈ ગયાનું જાણવા મળતા ભાજપમાં રાજીનામાં પડવાનું શરૂ થતા જ ભાજપમાં થયેલા ભડકાને ખાળવા જિલ્લા સંગઠને પ્રયાસો હાથ ભર્યા છે ત્યારે જુના જાેગીઓની બાદબાકીની સૌથી વધુ ગંભીર અસર દાહોદ નગર પાલિકામાં જાેવા મળી રહી છે. જેનું ખરેખર કામ બોલે છે અને પોતાના વિસ્તારના મતદારો પર સારી એવી પકડ ધરાવે છે તેવા વોર્ડ નંબર એકના લખનભાઈ રાજગોરની કામગીરીની કદર કર્યા વિના પાર્ટી દ્વારા આ વખતે પડતા મુકાતા તેઓએ પક્ષના સભ્ય પદેથી માંડી તમામ મુદ્દાઓ પરથી પણ રાજીનામું ધરી દીધાની સૌપ્રથમ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગત બોડીમાં ભાજપના કાઉન્સિલર પદે રહેલ માસુમા ગરબાડાવાલાએ પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આજે સાંજ સુધીમાં દાહોદ ભાજપ માંથી વધુ રાજીનામાંઓ પડશે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે ભાજપમાંથી રાજીનામું મૂકનારા પૈકી કેટલાક કોંગ્રેસમાંથી તો કેટલાક અપક્ષ તરીકે પોતાનો ઉમેદવારી પત્ર પરથી તેઓ સાંભળવા મળી રહ્યું છે. આ સાથે દાહોદ નગરપાલિકા ના ૭ જેટલા પુર્વ કાઉન્સિલર કોંગ્રેસમાં જાેડાયા તેમાં અહેમદ ચાંદ, લખન રાજગોર, કીંજલબેન પરમાર, હસમતબેન દલાલ, માસુમા ગરબાડાવાલા, ફીલ્મ એકટર વિકાસ વર્મા, સહીત મોટી સંખ્યામાં સમર્થકો સાથે કોંગ્રેસમા જાેડાયા છે તે વેળાએ દાહોદ જીલ્લા કોંગ્રેસ કાર્યાલયમા પુર્વ ધારાસભ્ય વજેસિંહ પણદા અને જીલ્લા પ્રમુખ હર્ષદ નિનામા ની હાજરીમા કોંગ્રેસમાં જાેડાયા છે.

Back to top button
error: Content is protected !!