અધિકારીઓને હપ્તા જાય છે, મારું કોઈ કંઈ નહીં બગાડી શકે”સચીનમાં મેડિકલ સ્ટોરનો કાળો કારોબાર

ગર્ભનિરોધક ગોળીઓના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ; જાગૃત મહિલાએ દિવ્યા મેડિકલના સંચાલકનું પાપ છત્તું કર્યું સુરતના સચીન વિસ્તારમાં કાયદાના રક્ષકોના નામે કાયદાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિવનગર સોસાયટીમાં આવેલી ‘દિવ્યા મેડિકલ’ ના માલિક દ્વારા ગંભીર સ્વાસ્થ્ય જોખમો ધરાવતી ગર્ભનિરોધક ગોળીઓનું કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, જ્યારે કોઈ જાગૃત નાગરિક તેમને રોકવાનો પ્રયાસ કરે છે ત્યારે અધિકારીઓના નામે ધમકાવવામાં આવે છે.
એક જાગૃત નાગરિક તરીકે આ મેડિકલ સ્ટોરની પોલ ખોલી છે. તેમણે જ્યારે મેડિકલ પર જઈ ગર્ભનિરોધક ગોળી માંગી, ત્યારે સંચાલકે કોઈ પણ મેડિકલ ગાઈડલાઈનનું પાલન કર્યા વિના કે ડોક્ટરની ચિઠ્ઠી માંગ્યા વિના તરત જ ગોળી આપી દીધી હતી.
જ્યારે મહિલાએ આ વેચાણ ગેરકાયદે હોવાનું જણાવ્યું, ત્યારે મેડિકલ માલિકે જે જવાબ આપ્યો તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્પક્ષતા પર સવાલો ઉભા કરે છે. સંચાલકે ગર્વથી કહ્યું કે:
મારે બધે સેટિંગ છે, ડ્રગ વિભાગમાં પણ મારા હપ્તા જાય છે. એટલે મને કાયદાનો કોઈ ડર નથી
ગર્ભનિરોધક દવાઓનું ડોક્ટરી સલાહ વગર સેવન મહિલાઓના શરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે. પૈસાની લાલચમાં દિવ્યા મેડિકલ જેવા તત્વો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. પોલીસ અને ડ્રગ વિભાગના નામે હપ્તાખોરીની વાત કરીને આ સંચાલક કાયદાને જૂતાની નોક પર રાખતો હોય તેમ જણાય છે.
લાયસન્સ રદ કેમ નહીં? શું ખરેખર વિભાગના અધિકારીઓ હપ્તા લે છે કે પછી સંચાલક તેમના નામે ખોટી રીતે રોફ જમાવે છે?
ખુલ્લેઆમ વેચાણ: મેડિકલ સ્ટોર પાસે આ દવાઓનો સ્ટોક ક્યાંથી આવે છે અને તેનો હિસાબ કેમ નથી લેવાતો?
કાયદાનો ડર: આવા અસામાજિક તત્વોને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ ઉઠી છે.
જાગૃત નાગરિક ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, સુરતને લેખિત ફરિયાદ કરી આ મેડિકલ સ્ટોર સીલ કરવાની અને માલિક વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર પોતાના પર લાગેલા ‘હપ્તાખોરી’ના ડાઘા ધોવા માટે આ મેડિકલ સ્ટોર પર કેવી તવાઈ બોલાવે છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ






