MORBI:મોરબી જાંબુડિયા ગામે દશામાના મંદિર પાસે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા




MORBI:મોરબી જાંબુડિયા ગામે દશામાના મંદિર પાસે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી: જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે જ જુગારની બદી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. તાજેતરમાં મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન જાંબુડિયા ગામે દશામાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે જાંબુડિયા ગામે દશામાના મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક લોકો નસીબ અજમાવી રહ્યા છે. પોલીસે તુરંત દરોડો પાડતા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.ઝડપાયેલા આરોપી ,નિલેશભાઈ દિનેશભાઇ મજેઠીયા (રહે. સો-ઓરડી, સાગરપાન વાળી શેરી, મોરબી) કેતનભાઈ મુકેશભાઈ સીરોહિયા (રહે. જાંબુડીયા ગામ, તા. મોરબી) અજયભાઈ માણેકલાલ ત્રિવેદી (રહે. જુના હાઉસિંગ બોર્ડ, શ્રિમતી નિશાળ પાછળ, મોરબી)
મુદામાલ અને પોલીસ કાર્યવાહી પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૧૪,૭૦૦ની રોકડ જપ્ત કરી છે. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


