MORBI:મોરબી ભાજપમાં મોટું ભંગાણ: પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાના પુત્ર સહિતની આખી પેનલે અપક્ષ ઉમેદવારી નોંધાવી

MORBI:મોરબી ભાજપમાં મોટું ભંગાણ: પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાના પુત્ર સહિતની આખી પેનલે અપક્ષ ઉમેદવારી નોંધાવી
મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપમાં વધુ એક મોટું ભંગાણ સર્જાયું છે. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પીઢ આગેવાન દેવાભાઈ અવાડિયાએ પક્ષ સામે બગાવત કરી વોર્ડ નંબર 01 માં પોતાની અપક્ષ પેનલ મેદાનમાં ઉતારી છે.વોર્ડ નંબર 01 માં બગાવત: દેવાભાઈ અવાડિયાના પુત્ર અમિત દેવાભાઈ અવાડિયા સહિત આખી પેનલે અપક્ષ તરીકે ફોર્મ ભર્યા.પક્ષના આંતરિક ખેંચતાણને કારણે ટિકિટ કપાતા અવાડિયા પરિવારે અપક્ષ લડવાનો નિર્ણય કર્યો.
સીધો પડકાર: “એક-બે લોકોએ અમારી ટિકિટ કાપવા મહેનત કરી છે, પણ તેનું પરિણામ 28 તારીખે ખબર પડી જશે,” તેમ કહી વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો.”મતદારોની લાગણી માટે મેદાનમાં”: દેવાભાઈ અવાડિયા પોતાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા દેવાભાઈ અવાડિયાએ જણાવ્યું હતું કે, “અમે સતત લોકોના કામ માટે જનતાની વચ્ચે રહ્યા છીએ. જ્યારે પક્ષે અવગણના કરી ત્યારે અમારા મતદારોએ જ અમને આગ્રહ કર્યો હતો. લોકોની લાગણી અને આગ્રહને માન આપીને જ અમે આ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.”
28 તારીખે ભવ્ય વિજયનો વિશ્વાસ ઉમેદવારી પત્ર ભર્યા બાદ મિત અવાડિયાએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, “અમને જનતાનો પૂરો સમર્થન મળી રહ્યો છે. આગામી 28 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે અમારી આખી પેનલનો ભવ્ય વિજય થશે તે નક્કી છે.”
મોરબી ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં આ પ્રકારનું ભંગાણ પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને પૂર્વ પ્રમુખનું વર્ચસ્વ જોતા, આ અપક્ષ પેનલ ભાજપના સત્તાવાર ઉમેદવારોના મતોમાં મોટું ગાબડું પાડી શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે 28 તારીખે મતદારો કોના પર કળશ ઢોળે છે.









