ચૂંટણી પહેલા બોડેલી પોલીસ એક્શનમાં! ઊંચાપાનમાં નીકળ્યો પોલીસનો મોટો કાફલો



છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન માં પીઆઈ પી.એસ બરંડા ના અધ્યક્ષ સ્થાને આગામી સ્થાનિક સ્વરાજ્ય ની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ને ધ્યાને રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને છોટાઉદેપુર જિલ્લા પોલીસ પણ એટલીજ સક્રિય બની શાંતિ અને સલામતી થી લોક શાહીના પર્વની ઉજવણી થાયઅને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખના માર્ગ દર્શન હેઠળ બોડેલી પોલીસ મથકના પીઆઈ પી.એસ.બરંડા અને કે એમ.રાઠોડ સહિત ના પોલીસ કર્મી ઓ એ સંવેદન સીલ વિસ્તારમાં પોલીસના કાફલા સાથે સુરજ પેટ્રોલિયમ થી નગરમાં થઈ ગ્રામ પંચાયત ખાતે થી સુરજ પેટ્રોલિયમ સુધી ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રકારની ચાલતી ગેર પ્રવૃત્તિ ને અટકાવવા આહવાન કર્યું હતું રાત્રી દરમિયાન ચેકીગ કરી ને ગેર પ્રવૃત્તિ ને ડામવા અને નિયંત્રણ માં રાખવા ના પ્રયાસો કરવામાં આવી રહ્યા ઊંચાપાન સંવેદનશીલ વિસ્તાર માં ખાસ તકેદારી રાખવામાં આવી રહીછે.પોલીસે આચાર સંહિતાની કડક અમલ વારી ને લઈ ને ચુસ્ત પાલન કરાવી નગર જનો શાંતિ મય માહોલ માં લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ શકે તેવા પ્રયત્નો સાથે પોલીસ સતત નજર રાખી રહી છે.
તોસીફ ખત્રી





