AHAVADANG

ડાંગ પોકસો કેસમાં પુરાવાના અભાવે આરોપી નિર્દોષ: આહવા સેસન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ટાંકલીપાડા ગામની એક સગીરા વાઘધરા  ડુંગર વિસ્તારનાં જંગલમાં બકરા ચરાવવા માટે ગઈ હતી.આ દરમિયાન આરોપી રતિલાલ શંકરભાઈ ભોયે રે.વંજારઘોડી.તા. આહવા.જી.ડાંગ નાઓ ત્યાં આવી સગીરાનો હાથ બળજબરીપૂર્વક પકડી તેના શરીરે બદઈરાદાથી સ્પર્શ કર્યો હતો.સગીરા ત્યાંથી નાસવા પ્રયત્ન કરતી હોવા છતાં આરોપીએ તેનો પીછો કરીને ફરી પકડી છેડતી કરી હતી.વધુમાં, તેને ડુંગરની કોતરમાં ધક્કો મારી જમીન પર પાડી દેતા તેના ડાબા પગમાં ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે સગીરાના વાલી દ્વારા ફરિયાદ નોંધાવતા આહવા પોલીસ દ્વારા ગુનો નોંધાયો હતો.આહવા પોલીસે તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ આહવા સેસન્સ કોર્ટમાં રજૂ કરી હતી.આ કેસ પોકસો કેસ નં. 1/2021 તરીકે નોંધાયો હતો.આ કેસની સુનાવણી દરમિયાન આરોપી પક્ષના વકીલ હરેશભાઈ આર.ગાંગોર્ડાએ તર્કસભર દલીલો રજૂ કરી હતી.આ તમામ પરિસ્થિતિઓ અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને આહવાના બીજા એડિશનલ સેસન્સ કોર્ટનાં જજ ડો.પી.એ.પરમારે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

Back to top button
error: Content is protected !!