AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ સ્થાયી સમિતિઓની સર્વાનુમતે રચના કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીતનાં અધ્યક્ષસ્થાને આજે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે વિવિધ સ્થાયી સમિતિઓની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી.આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય  વિજયભાઈ પટેલ,તથા જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ ઉષાબેન ધર્મેશભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓનાં સભ્યોની નીચે મુજબ સર્વાનુમતે રચના કરવામાં આવી હતી.(1) કારોબારી સમિતિમાં યોગીતાબેન વિજયભાઈ પવાર,સુંદરબેન શૈલેષભાઈ ચૌધરી,ચન્દ્રકલાબેન નગીનભાઈ ગાવીત,જિતેન્દ્રભાઈ દામુભાઈ પવાર (2)સામાજિક ન્યાય સમિતિમાં સુંદરબેન શૈલેષભાઈ ચૌધરી,ઉષાબેન ધર્મેશભાઈ પટેલ,જિતેન્દ્રભાઈ દામુભાઈ પવાર,સ્નેહલકુમાર રામુભાઈ ઠાકરે,શ્રદ્ધાબેન તુષારભાઈ ખરે (3)શિક્ષણ સમિતિમાં શંકરભાઈ જીવરામભાઈ પવાર, યોગીતાબેન વિજયભાઈ પવાર,મનાભાઈ ગબદુભાઈ સૂર્યવંશી,દિનેશભાઈ રમેશભાઈ હિલીમ,શ્રદ્ધાબેન તુષારભાઈ ખરે (4)જાહેર આરોગ્ય સમિતિમાં દિનેશભાઈ રમેશભાઈ હિલીમ,કમળાબેન હિરાભાઈ રાઉત, સુંદરબેન શૈલેષભાઈ ચૌધરી,આશાબેન બિપિનભાઈ ગામીત (5)જાહેર બાંધકામ સમિતિમાં ચન્દ્રકલાબેન નગીનભાઈ ગાવિત,શ્રદ્ધાબેન તુષારભાઈ ખરે,ગીતાબેન રાજુભાઈ બાગુલ,શંકરભાઈ જીવરામભાઈ પવાર,રાજેશભાઈ મનસુખભાઈ ગામીત (6) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિમાં જિતેન્દ્રભાઈ દામુભાઈ પવાર, કમળાબેન હીરાભાઈ રાઉત,ઉષાબેન ધર્મેશભાઈ પટેલ,મનાભાઈ ગબદુભાઈ સૂર્યવંશી (7)મહિલા અને બાળ વિકાસ સમિતિમાં કમળાબેન હિરાભાઈ રાઉત,યોગીતાબેન વિજયભાઈ પવાર,ઉષાબેન ધર્મેશભાઈ પટેલ,વિમલબેન રમેશભાઈ ભોયે (8)અપીલ સમિતિમાં રાજેશભાઈ મનસુખભાઈ ગામીત, ગીતાબેન રાજુભાઈ બાગુલ, મંગળભાઈ ગંગાજીભાઈ ગાવિત,મનાભાઈ ગબદુભાઈ સૂર્યવંશીનાઓને સમિતિ ઓમાં સમાવેશ કરી રચના કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા પંચાયતની આ વિવિધ સમિતિઓની રચના સર્વાનુમતે કરવામાં આવતા આવનાર દિવસોમાં વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે તેમજ વિવિધ વિભાગોની કામગીરી વધુ અસરકારક અને સુવ્યવસ્થિત રીતે આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.આ બેઠકનું આયોજન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયુ હતુ..

Back to top button
error: Content is protected !!