INTERNATIONAL

વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર ફરી એકવાર ગંભીર સંકટના વાદળો છવાયા

પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી હાઈ-લેવલ બેઠક અંતે નિષ્ફળ રહી હતી. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામને કાયમી શાંતિમાં બદલવાનો ઉદ્દેશ્યો હતો, પરંતુ જમીની હકીકત અને વ્યૂહનીતિક અડચણોએ આ પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. ત્યારે હવે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર ફરી એકવાર ગંભીર સંકટના વાદળો છવાયા છે. કારણ કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝને લઈને મોટું નિવેદન આપ્યું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથેની 20 કલાક લાંબી મેરેથોન બેઠક બાદ પણ ‘પરમાણુ હથિયારો’ મુદ્દે કોઈ સહમતી સધાઈ નથી. ઈરાનની જિદને જોતા ટ્રમ્પે તાત્કાલિક અસરથી અમેરિકી નેવીને ઈરાની સમુદ્રી સીમામાં નાકાબંધી કરવાના આદેશ આપ્યા છે. આ આદેશ બાદ ગમે ત્યારે ખાડી દેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચવાની અને મોટા સૈન્ય સંઘર્ષની શક્યતા જોવાઈ રહી છે. આ સિવાય ટ્રમ્પે એ પણ ચેતવણી આપી છે કે, અમેરિકા તાત્કાલિક અસરથી હોર્મુઝમાં પ્રવેશતા અથવા બહાર નિકળવાનો પ્રયાસ કરનારા જહાજોની નાકાબંધી શરૂ કરી દશે. આ સાથે તેમણે કહ્યું કે, જો તેમના રસ્તામાં કોઈ આવશે તો તેને ઉડાવી દેવામાં આવશે. કોઈ પણ દેશ જે ઈરાનને ગેરકાયદેસર રીતે ટોલ (ટેક્સ) ચૂકવશે, તેને સમુદ્રમાં સુરક્ષિત રસ્તો મળશે નહીં.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે, ઈરાને હોર્મુઝ ખોલવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ જાણી જોઈને તેમ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આના કારણે વિશ્વના ઘણા દેશો અને લોકોમાં ચિંતા અને પીડા ફેલાઈ છે. તેઓ કહે છે કે તેમણે પાણીમાં સુરંગો બિછાવી છે, જોકે તેમની નૌસેના અને મોટાભાગના ‘માઈન ડ્રોપર્સ’ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. કદાચ તેમણે આવું કર્યું પણ હોય, પરંતુ કયો જહાજ માલિક આવું જોખમ ખેડવા માંગશે? આનાથી ઈરાન અને તેના બાકી બચેલા નેતાઓની પ્રતિષ્ઠાને કાયમી નુકસાન થયું છે. પરંતુ અમે હવે એ બધી વાતોથી ઉપર ઉઠી ગયા છીએ. તેમના વચન મુજબ, તેમણે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને ઝડપથી ખોલવાની પ્રક્રિયા શરૂ કરવી જ પડશે! તેઓ કાયદાના દરેક પુસ્તકનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

મને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, સ્પેશિયલ એન્વોય સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર દ્વારા ઈસ્લામાબાદમાં યોજાયેલી બેઠક વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ બેઠક પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને વડાપ્રધાન શહેબાઝ શરીફના સક્ષમ નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. તેઓ અસાધારણ માણસો છે અને ભારત સાથેના ભયાનક યુદ્ધમાં 3 થી 5 કરોડ લોકોના જીવ બચાવવા બદલ તેઓ સતત મારો આભાર માને છે. માનવતાની આ વાતો સાંભળવી મને હંમેશા ગમે છે.

Back to top button
error: Content is protected !!