ARAVALLIMODASA

મોડાસાના રાજકારણમાં મોટો ઉલટફેર : લીંભોઈ વિસ્તારના ચાર સરપંચો અને નિવૃત્ત આર્મીમેન સહિત ૧૨૫ થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસાના રાજકારણમાં મોટો ઉલટફેર : લીંભોઈ વિસ્તારના ચાર સરપંચો અને નિવૃત્ત આર્મીમેન સહિત ૧૨૫ થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

 

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભાજપના ગઢ ગણાતા લીંભોઈ જિલ્લા પંચાયત વિસ્તારમાં આજે મોટું રાજકીય ગાબડું પડ્યું છે. સ્થાનિક સ્તરે ભાજપની નીતિઓથી નારાજ થઈને ચાર સરપંચો, એક પૂર્વ સરપંચ અને નિવૃત્ત આર્મી જવાનો સહિત બોડી, પલીયાપૂર અને વાંટડા ગામના ૧૨૫ થી વધુ સક્રિય કાર્યકરો અને આગેવાનો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અરૂણભાઇ પટેલની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપનો સાથ છોડીને આવેલા તમામ આગેવાનોનું કોંગ્રેસનો ખેસ પહેરાવી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસમાં જોડાનાર મુખ્ય આગેવાનો:

આ પક્ષપલટામાં બાયલ ગામના સરપંચ કૈલાશબેન લક્ષ્મણસિંહ પરમાર, ઢાંખરોલના સરપંચ હરેશભાઈ વાળંદ, ગઢાના સરપંચ યોગેશભાઈ પટેલ અને વાંટડા (કાબોલા) ના સરપંચ જીતેન્દ્રસિંહ કોંગ્રેસમાં જોડાયા છે. આ ઉપરાંત બોડી ગામના પૂર્વ સરપંચ અમૃતસિંહ ઝાલા, ગ્રામ પંચાયત સદસ્ય બાબુસિંહ મકવાણા, અગ્રણી વિજયસિંહ ઝાલા (બોડી) અને નિવૃત્ત આર્મીમેન કારગિલભાઈ પણ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં સામેલ થયા છે.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે, લોકોનો ભાજપ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને છેવાડાના ગામડાઓના જનપ્રતિનિધિઓ હવે કોંગ્રેસની વિચારધારામાં જોડાઈ રહ્યા છે, જે આગામી સમયમાં પક્ષને વધુ મજબૂત બનાવશે.એકસાથે આટલી મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ અને નિવૃત્ત સૈનિકોના જોડાવાથી મોડાસા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેન્દ્રસિંહ પવાર. વદનસિંહ મકવાણા, ડો. ચિરાગ ઉપાધ્યાય, અમૃતસિંહ પુંજારા, તાલુકા પંચાયત ના ઉમેદવારો સહિત આ વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!