MORBI:મોરબી આમરણ ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભવ્ય ‘નિઃશુલ્ક મેડિકલ કેમ્પ’ યોજાયો




MORBI:મોરબી આમરણ ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભવ્ય ‘નિઃશુલ્ક મેડિકલ કેમ્પ’ યોજાયો
ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના પાવન અવસરે ભારત વિકાસ પરિષદ-મોરબી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સેવા ભારતી-ગુજરાત તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના સંયુક્ત ઉપક્રમે આમરણ ગામ ખાતે એક વિશાળ “નિઃશુલ્ક મેડિકલ કેમ્પ” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સેવાની સરવાણી વહાવતા આ કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી.

નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સેવા આ કેમ્પમાં મોરબીના નામાંકિત અને અનુભવી ડૉક્ટરોએ પોતાની નિષ્ણાત સેવાઓ આપી હતી, જેમાં: ડૉ. જયેશભાઈ પનારા (સ્ત્રીરોગ નિષ્ણાત)
ડૉ. ચિરાગભાઈ અઘારા (ડાયાબિટીસ નિષ્ણાત) ડૉ. ભાવેશભાઈ શેરસિયા (ચર્મરોગ નિષ્ણાત) ડૉ. પુનીતભાઈ પડસુંબિયા (જનરલ ફિઝીશયન) ડૉ. અજયભાઈ ફુલતરિયા (ફેફસાનાં નિષ્ણાત) ડૉ. વિમલભાઈ દેત્રોજા (જનરલ સર્જન, એડવાન્સ લેપ્રોસ્કોપી) ડૉ. હિતેશભાઈ ડાભી (બાળરોગ નિષ્ણાત) નિઃશુલ્ક દવા વિતરણ તપાસ બાદ જરૂરીયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ફાર્માસિસ્ટ અને સંસ્થાના સભ્ય રતિલાલભાઈ ચંદ્રાલાએ ખંતપૂર્વક પોતાની સેવાઓ આપી હતી.
વ્યવસ્થાપન અને સહયોગ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદના પ્રમુખ હિંમતભાઈ મારવણિયા, સચિવ ધ્રુમિલભાઈ આડેસરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી તેમજ સભ્યો કૌશિકભાઈ અઘારા, રાજેશભાઈ ડાંગર અને દિલીપભાઈ પરમાર સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ કેમ્પનો આમરણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના અનેક લોકોએ લાભ લીધો હતો અને આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી




