MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી યુવાશક્તિ ફાઉન્ડેશન તથા જડેશ્વર જીવદયા ગ્રુપ ની સંયુક્ત પહેલ : જડેશ્વરના જંગલમાં જીવદયા નો અનોખો પ્રયાસ

 

MORBI મોરબી યુવાશક્તિ ફાઉન્ડેશન તથા જડેશ્વર જીવદયા ગ્રુપ ની સંયુક્ત પહેલ : જડેશ્વરના જંગલમાં જીવદયા નો અનોખો પ્રયાસ

 

યુવાશક્તિ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે જડેશ્વર જંગલ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ અને જીવદયા માટે એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી


જે અંતર્ગત જડેશ્વર જંગલ વિસ્તારમાં નાના જીવજંતુઓ, ખાસ કરીને કીડીયો માટે 1000 કરતાં વધુ સુકા નાળિયેરમાં છિદ્ર કરીને તેમાં ‘કીડિયારું’ ભરીને જંગલના વિવિધ સ્થળોએ મુકવામાં આવ્યા હતા, જેથી આ નાનકડા જીવને પણ સરળતાથી ખોરાક મળી રહે અને તેમનું જીવન સુરક્ષિત રહી શકે।તે ઉપરાંત, પક્ષીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વૃક્ષો પર કૂંડા લટકાવી દાણા નાખીને તેમને નિરંતર ખોરાક મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો
આ પહેલ માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ દરેક જીવ પ્રત્યે દયા, કરુણા અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. બંને સંસ્થાઓના સભ્યો દ્વારા જણાવાયું હતું કે આવી માનવતાભરી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી સમાજમાં જીવદયા, પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ અંગે વધુ જાગૃતિ ફેલાઈ શકે।

Back to top button
error: Content is protected !!