HALVAD:હળવદમાં વ્યાજખોરોનો આતંક: ૩ લાખના બદલામાં ૭ ટકા વ્યાજ માંગી યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી




HALVAD:હળવદમાં વ્યાજખોરોનો આતંક: ૩ લાખના બદલામાં ૭ ટકા વ્યાજ માંગી યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી

મોરબી: જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી કડક ઝુંબેશ વચ્ચે હળવદમાં વધુ એક વ્યાજખોરીનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે. ૫ ટકાના વ્યાજે લીધેલા નાણાં પર ૭ ટકા વ્યાજ વસૂલવા માટે મજૂરી કામ કરતા એક યુવકને ઘરે જઈ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

હળવદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય દીપકભાઈ મનજીભાઈ સોનગરાએ મોરબીના ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દીપકભાઈએ પોતાની જરૂરિયાત મુજબ આરોપીઓ પાસેથી કટકે-કટકે રૂપિયા ૩,૦૦,૦૦૦/- પાંચ ટકાના ઊંચા વ્યાજે લીધા હતા.ફરિયાદ મુજબ, યુવક દ્વારા નિયમિત વ્યાજ ચૂકવવામાં આવતું હોવા છતાં આરોપીઓએ અચાનક ૭ ટકા વ્યાજની માંગણી શરૂ કરી હતી. આરોપીઓએ બળજબરી પૂર્વક રૂ. ૪૪,૦૦૦ કઢાવી લીધા હતા અને વધુ નાણાં માટે ફોન પર તેમજ રૂબરૂમાં ગાળો આપી ધમકાવવાનું શરૂ કર્યું હતું.ઘરે જઈ છરી બતાવી આપી ધમકી:
હદ તો ત્યારે થઈ જ્યારે ચારેય આરોપીઓએ દીપકભાઈના ઘરે જઈ પ્રવેશ કર્યો હતો અને વ્યાજની કડક ઉઘરાણી કરી હતી. ત્યારબાદ ફરીવાર ઘર પાસે આવી હાથમાં છરી બતાવી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો.ગુનો નોંધાયેલા આરોપીઓ ૧. ગીતાબેન સાહીલભાઈ જામણા (મોરબી) ૨. સાહીલભાઈ ઈબ્રાહીમભાઈ જામણા (મોરબી) ૩. આયનભાઈ સાહમદાર (મકરાણી વાસ, મોરબી)
૪. હસન હાજીભાઈ કુરેશી (કાલીકા પ્લોટ, મોરબી)
હળવદ પોલીસે આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસની કડક કાર્યવાહી છતાં વ્યાજખોરોમાં કાયદાનો ડર ઓછો હોય તેમ લાગી રહ્યું છે.



